વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન
તા.૧૪ જાન્યુઆરી ના રોજ આપણે સૌ ઉતરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમા હર્ષોલ્લાસથી દર વર્ષે ઉજવીએ છીએ.પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે.આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમુલ્ય છે. તેથી તેમને બચાવવા એ આપણી સૌ ની નૈતિક ફરજ છે.વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વંયસેવકોના સાથ સહકારથી ‘કરુણા અભિયાન-૨૦૨૫’ અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે નીચે મુજબના કેન્દ્રો અને સંપર્કો નક્કી થયેલ છે. ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા, આ કરુણા અભિયાનમાં સહભાગી થવા વન વિભાગની અપીલ છે. આપ સૌને આપના વિસ્તારમાં કોઇપણ ઇજાગ્રસ્ત પક્ષી ધ્યાને આવે તો તેને નીચે દર્શાવેલા તમારા નજીકના કોઇપણ એક કેન્દ્ર ઉપર પહોચાડવા, અથવા નીચે દર્શાવેલ વિસ્તાર મુજબની મદદ માટેના સંપર્ક કેન્દ્રોને જાણ કરવા વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.
ઉતરાયણ દરમિયાન આટલું કરીએ
ફક્ત ઉતરાયણના દિવસે પતંગ ચગાવીએ, વૃક્ષો, ઇલેક્ટ્રીક લાઇન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ, ઘાયલ પક્ષીને જોતા તરત જ નજીકના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ, ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી હવાની અવર-જવર થઇ શકે તેવા પાત્રમાં બનતી ત્વરાએ સારવાર કેન્દ્રમાં પહોચાડીયે, ઘરની અગાસી પર કે આજુબાજુના વૃક્ષોમા ફસાયેલી દોરીનો નિકાલ કરીએ.
સવારે ૯.૦૦ વાગ્યા પહેલા કે સાંજના ૫.૦૦ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ
પક્ષીઓ સુરક્ષિત રહે તે માટે સવારે ૯.૦૦ વાગ્યા પહેલા કે સાંજના ૫.૦૦ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ, ક્યારેય પણ તુક્કલ ન ચગાવીએ. ચાઇનીઝ, સીંથેટીક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામા ઉપયોગ ન કરીએ, ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકીએ, રાત્રીના સમયે ગુબ્બારા કે ફુગ્ગા ન ચગાવીએ, ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરતા, યોગ્ય સારવાર સ્થળ સુધી પહોચાડવાની વ્યવસ્થા કરીએ.
વન વિભાગનો હેલ્પ લાઇન નંબર:-૧૯૨૬ અને ૮૩૨૦૦૦૨૦૦૦ અથવા વોટસઅપમા ‘Karuna’ ટાઇપ કરીને મોકલવાથી ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાની કરુણા અભિયાનની વિગતવાર માહિતી મળી શકશે. તેમજ એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર :૧૯૬૨, વીજ ફરીયાદ માટે ટોલ ફ્રી નંબર :- ૧૯૧૨૨ અથવા ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ ઉપર પણ સંપર્ક કરી શકાશે.
ભાવનગરના સંપર્ક નંબરની યાદી
જેમાં અનીમલ હેલ્પલાઈન ગંગાજળીયા તળાવ ખાતે શ્રી એચ.એસ.ગોહીલ 9998268806, શ્રી એન.ટી.ગોહિલ 8000631531, ઘોઘા જકાતનાકા ખાતે કુ. કે.કે.પંડયા 8000364722, કુ. જે. વી. બારૈયા 9428183488, ચિત્રા ખાતે શ્રી એસ.પી.દેસાઇ 7878422878, કુ.એન.એચ.જાની 7623888657, રોયલ નેચર કલબ, કુંભારવાડા ખાતે શ્રી પી.સી.મકવાણા 9428431552, શ્રી વિશાલ પનોત 9722053733, વિકટોરીયા પાર્ક, પાણીની ટાંકી ગેઈટ ખાતે શ્રી.વી.કે.સવાણી 9723960968, પશુ દવાખાનું, નવાપરા ખાતે શ્રી એચ.બી.નાગસ 9723563687, શ્રી જી.પી.બલદાણીયા 9662754918, પશુ દવાખાનું સીદસર રોડ ખાતે કું.એમ.કે. સોલંકી 7211121331, વિકટોરીયા પાર્ક, પાણીની ટાંકી ગેઈટ ખાતે શ્રી એચ.બી.ગોહિલ 9925151531, શ્રી કે. એ. ગોહિલ 9426492727 ખાતે સંપર્ક કરવાનો રહેશે તેમ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ક્ષેત્રીય રેન્જ, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
Recent Comments