વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના વિદ્યાર્થીઓમાં ફેલાવવા માટે, આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર 5-દિવસીયવર્કશોપનું આયોજન તારીખ 6 થી 10 ડિસેમ્બર, 2024 દરમિયાન કરવામાં આવ્યું છે. આ 5-દિવસીય વર્કશોપ માટે સમગ્ર ગુજરાત રાજ્યના 15 જીલ્લાઓ માંથી ધોરણ 8 થી 12 ના 100 બાળકોની પસંદગી કરવામાં આવી છે. આ વર્કશોપ માટે ભોજન, રહેવા અને અન્ય લોજિસ્ટિક્સનો તમામ ખર્ચ આરએસસી ભાવનગર દ્વારા કરવામાં આવશે.
આ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાંભાવનગરના જિલ્લા કલેકટરશ્રી આર. કે. મેહતાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું ભણતરમાં મહત્વ સમજાવ્યું અને ભાગ લીધેલ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.આ ૫ દિવસીય વર્કશોપ દરમિયાન GEC ભાવનગર,DAIICT ગાંધીનગર, IIIT વડોદરા, BVM આણંદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માંથી નિષ્ણાંતો પધારશે અને બાળકો ને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) નો શિક્ષણ માં ઉપયોગ,હેલ્થકેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI નીએપ્લિકેશન, હેન્ડસઓન રોબોટિક્સ વર્કશોપ, પાયથોન પ્રોગ્રામિંગ, સાયબર સિક્યુરિટી વગેરે જેવા વિષયો પર માર્ગદર્શન આપશે.
આજના ડિજિટલ યુગમાં, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એ વૈશ્વિક સ્તરે નવો પ્રગતિશીલ દ્રષ્ટિકોણ વિકસાવવાનો માર્ગ પેદા કર્યો છે.શાળાના વિદ્યાર્થીઓ માટે આ ઉત્તમ તક છે કે તેઓ આ ટેકનોલોજી ક્ષેત્રના આધુનિક પ્રવાહોને સમજે અને તેના ઉપયોગ વિશે પરિપૂર્ણ માર્ગદર્શન મેળવે. વિદ્યાર્થીઓ માટે આ વર્કશોપ એ માત્ર એક શૈક્ષણિક અનુભવું નહીં, પરંતુ એક મનોરંજક અને પ્રેરણાત્મક અનુભવ પણ બની રહેશે. આ વર્કશોપના માધ્યમથી તેઓ પોતાના અભ્યાસ અને ભવિષ્યના કારકિર્દી માટે નવા દરવાજા ખોલી શકશે.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતું.



















Recent Comments