અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા તાલુકા પંચાયત ધારી મુકામે આશા વર્કર, આંગણવાડી વર્કર, સખી મંડળની બહેનો અને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ માટે “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના કાર્યક્રમ અંતર્ગત ઓરિએન્ટેશન અને સેન્સિટાઇઝેશન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, કણઝરીયા દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓ યોજનાની માહિતી આપવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસરશ્રી મકવાણા દ્વારા આરોગ્ય અને પોષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય સેવિકા આઇ.સી.ડી.એસ શ્રી જશુબહેન ખાચરે વિભાગની કામગીરી વિશે માહિતી આપી હતી. ડી.સી.પી.યુ સોશિયલ વર્કરશ્રી ગીતાબેન સોલંકીએ બાળ સુરક્ષા એકમની યોજનાઓ અંગે માહિતી આપી હતી.
જિલ્લા મિશન કો-ઓર્ડિનેટરશ્રી હસમુખભાઈ રાઠોડ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના સેન્ટર એડમિનશ્રી રત્નાબેન ગૌસ્વામી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. નારી અદાલતાના જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રી, જશુબેન ભંડેરીએ નારી અદાલતની કામગીરી વિશે માહિતી આપી હતી.
કાર્યક્રમમાં બી.પી.પી યોજના અંતર્ગત નિરાધાર દીકરીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશા વર્કર, આંગણવાડી વર્કર અને સખી મંડળના બહેનોને બેગ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારી તાલુક પંચાયતના ઉપપ્રમુખશ્રી ભરતભાઈ અંટાળાએ રાજ્ય સરકારની યોજનાઓ અને કાર્યક્રમ અંગે પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે જેન્ડર સ્પેશિયાલિસ્ટશ્રી, જાનાબેન ગલચરે આભાર વિધિ કરી હતી તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.




















Recent Comments