ભાવનગર

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા-2025માં ઢુંઢસર પ્રાથમિક શાળા ની અનેરી સિદ્ધિઓ

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત SGFI ગેમ્સ 2025 માં શ્રી ઢુંઢસર પ્રાથમિક શાળાના બાળકોએ કુલ 41000 રૂપિયા નો પુરસ્કાર વિજેતા બની શાળા નું ગૌરવ વધારેલ.SGFI ગેમ્સ 2025માં અન્ડર-14 ફૂટબોલ ભાઈઓ માં જિલ્લામાં ચેમ્પિયન બનતા ટીમ ને 16000 રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત કરેલ. ફૂટબોલ સ્પર્ધામાં ભાઈઓએ અન્ડર-14 રાજ્ય કક્ષાએ રાજકોટ ખાતે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ.અન્ડર-14 ફૂટબોલ બહેનો માં જિલ્લામાં રર્ન્સ અપ બનતા ટીમ ને 8000 રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત કરેલ. ફૂટબોલ અન્ડર-14 બહેનો એ દાહોદ મુકામે રાજ્ય કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ.અન્ડર -14 હેન્ડબોલ માં ભાઈઓએ જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી 3000 નો પુરસ્કાર પ્રાપ્ત કરેલ.આ ઉપરાંત ફૂટબોલ U-17 માં બહેનોએ ભાવનગર જિલ્લામાં ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરતા 16000 નો પુરસ્કાર મેળવતા તેમના કોચ દિનેશભાઇ બારૈયા અને માર્ગદર્શક એ.બી.નકુમ અને વર્ષાબેન પરમાર ને શાળા ના આચાર્ય દિલીપસિંહ રાઠોડ અને SMC સમિતિએ શુભેચ્છાઓ પાઠવી અભીનંદન પાઠવેલ.

Related Posts