કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તાજેતરમાં OTT પ્લેટફોર્મને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન, તેમણે OTT પર બતાવવામાં આવેલા કન્ટેન્ટ પર આવી રહેલી ફરિયાદ વિશે વાત કરી હતી. તેમણે વિરોધ કર્યો છે કે, ક્રિએટીવિટીના નામે અશ્લીલતાને સાંખી લેવામાં આવશે નહીં. ચાલો જાણીએ આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આગળ શું કહ્યું? તાજેતરમાં નાગપુરમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે વધુમાં કહ્યું કે, સરકાર OTT પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટ લઈને ખૂબ ગંભીર છે.
તેમજ જાે, આ અંગે નિયમોમાં ફેરફાર કરવાની જરૂર હોય તો, મંત્રાલય તેના પર વિચાર કરવા તૈયાર છે. OTT પર અશ્લીલતા નહીં, ક્રિએટીવિટી માટે સ્વતંત્રતા આપવામાં આવી હતી. આટલું જ નહીં, અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું હતું કે, સરકાર અશ્લીલ કન્ટેન્ટ પર કોઈ પણ કાર્યવાહી કરવામાં સરકાર પાછળ નહીં હટે. તે જ સમયે, OTT પ્લેટફોર્મ સામે વધતી ફરિયાદ પર, તેમણે કહ્યું કે, મંત્રાલય પણ હવે તેને ગંભીરતાથી લઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી અભદ્રતા અંગેની ફરિયાદો વધી રહી છે. જાે આમાં ફેરફારની જરૂર પડશે તો સરકાર ગંભીરતાથી વિચારશે.
તે જાણીતું છે કે, હવે OTTના વધતા ક્રેઝને કારણે સર્જનાત્મકતાના નામે લોકોમાં અશ્લીલતા અને અભદ્રતા વધી છે. OTT પ્રેમીઓ અને ફેન્સ આનાથી સારી રીતે વાકેફ હશે. તેઓએ પણ કોઈપણ વેબ સિરીઝ અથવા મૂવી જાેતી વખતે અપશબ્દો અને અશ્લીલ ભાષા જાેવી પડતી હોય છે. આ જ કારણ છે કે, ઘણા વર્ષોથી આ અંગેની ફરિયાદો વધી રહી હતી. એટલા માટે હવે સરકાર પણ આ અંગે ખૂબ જ ગંભીર પગલાં લેવા તૈયાર છે.
Recent Comments