અમરેલી ના ગાવડકા શાળા માં ફરજ બજાવતા નુતનબેન માલવીયા એ એશિયા માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવી ભારતનું ગૌરવ વધાર્યું ગાવડકા પ્રાથમિક શાળાના શિક્ષિકા નૂતનબેન માલવિયાએ ચેન્નાઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સ્તરની 23 મી એશિયાઈ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2025 સ્પર્ધામાં ઊંચી કૂદ (હાઈ જમ્પ) માં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
આ એથ્લેટિક્સસ્પર્ધામાં 26 દેશોના 3600 જેટલા ખેલાડીઓ એ ભાગ લીધો હતો ત્યારે ઊંચી કૂદ માં નૂતનબેન માલવિયા એ મેડલ અપાવી ગુજરાતનું અને દેશનું ગૌરવ વધાર્યું છે.ખેલકુદ માં સિદ્ધિ પ્રાપ્ત કરતા નૂતનબેન માલવીયા એ અનેક વખત ખેલ ક્ષેત્રે દગલ સર્જી મેળવ્યા છે તેમાં વધુ એક સિદ્ધિ ઉમેરાતા સર્વત્ર અભિનંદન મેળવી રહ્યા છે













Recent Comments