ભાવનગર શ્રી વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત લોક વિદ્યાલય વાળુકડના સ્થાપક આદરણીય શ્રી નાનુભાઈ શિરોયાના માર્ગદર્શન નીચે ડી.એલ.એસ.એસ સ્પોર્ટ્સ સંકુલ વર્ષ: ૨૦૧૪-૧૫ થી કાર્યરત છે. એમાં હોકી અને હેન્ડબોલ રમત ચાલુ છે. અગાઉના વર્ષોમાં આ સંસ્થાની પ્રતિભાશાળી ખેલાડીઓ રાજ્ય કક્ષાએ તથા નેશનલ કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અવ્વલ નંબરે રહી છે. પરંતુ આ વખતે ખુશીના સમાચાર છે. સંસ્થાની વિદ્યાર્થીની પરમાર મનાલીબેન રાજુભાઈ ધોરણ -૧૨ એ ઇન્ડિયન હેન્ડબોલ ટીમમાં સિલેક્ટ થયેલ છે. તેઓ વર્ષ: ૨૦૧૮ થી ડી.એલ.એસ.એસ. માં એડમિશન મેળવી ૭ વર્ષથી હેન્ડબોલ રમતમાં પ્રેક્ટીસ કરી રહી છે. તેઓ ચાઈનામાં ઈન્ટરનેશનલ લેવલે હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં હાલમાં રમી રહી છે. સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ તથા સંસ્થાના શુભેચ્છકોએ રાજીપો વ્યક્ત કર્યો છે. લોકો વિદ્યાલય વાળુકડનું ગૌરવ દેશના સીમાડા વટાવી ચાઈના સુધી પહોંચ્યું છે. સંસ્થા પરિવાર તેમને શુભકામનાઓ પાઠવે છે.વિદેશી ધરતી ઉપર દંગલ મચાવતી દીકરી મનાલી પરમાર મેં ઠેર ઠેર થી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ દ્વારા શુભેચ્છા પાઠવી હતી
“હમારી છોરીઓ છોરો સે કમ ના હૈ” લોકવિધાલય વાળુંકડ ની વિદ્યાર્થીની મનાલી પરમાર નું દંગલ ચાઈનામાં ઈન્ટરનેશનલ લેવલે હેન્ડબોલ ચેમ્પિયનશીપ માં હાલમાં રમી રહી

Recent Comments