રાષ્ટ્રીય

રાજસ્થાનના જયપુરમાં બેકાબૂ જીેંફ કારે રસ્તા પર અનેક લોકોણે અડફેટે લીધા; ૩ ના મોત

રાજસ્થાનના જયપુરમાં નાહરગઢ વિસ્તારમાં સાંજના સમયે એક બેકાબૂ જીેંફ કારે રસ્તા પર ચાલી રહેલા લોકો અને અનેક ટુ-વ્હીલર સવારો ને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે સાતથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માત બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ હિટ એન્ડ રનની ઘટના રાજસ્થાનના જયપુરના નાહરગઢ વિસ્તારમાં બની હતી, આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે કેવી રીતે એક બેકાબૂ સફેદ કાર અનેક વાહનોને ટક્કર મારે છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક કારનો પીછો કર્યો, તેને ઘેરી લીધી અને ડ્રાઇવરને પકડીને પોલીસને સોંપી દીધો. પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે કારચાલક ખૂબ જ નશામાં હતો.
આ ઘટના બાબતે હવા મહલના ધારાસભ્ય બાલમુકુન્દાચાર્યએ જણાવ્યું હતું કે, ‘કારચાલક એટલો નશામાં હતો કે તે ભાનમાં નહોતો. તેણે પહેલા સ્ૈં રોડ પર એક વ્યક્તિને ટક્કર મારી, તે જ કારે ગાલ્ટા ગેટ વિસ્તારમાં ઘણાં લોકોને ટક્કર મારી હતી.‘

Related Posts