ગુજરાત

જામનગર જિલ્લામાં એક વર્ષમાં LPG ફ્રી સિલિન્ડર સહાય યોજનાનો ૧.૬૦ લાખ થી વધુ નાગરિકોએ લાભ મેળવ્યોઃ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભિખુસિંહજી પરમાર

જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ન્ઁય્ ફ્રી સિલિન્ડર સહાય યોજના હેઠળ કેટલા લાભાર્થીઓને લાભ મેળવ્યો તે અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભિખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, તા.૩૧/૧૨/૨૦૨૪ ની સ્થિતિએ ૧,૬૦,૭૬૫ નાગરિકોને આ યોજનાનો લાભ અપાયો છે. જેમાં પ્રથમ ક્વાર્ટર(એપ્રિલ ૨૪ થી જૂન ૨૪)માં ૭૯,૪૨૯ તથા બીજા ક્વાર્ટર (ઓકટો.૨૪ થી ડિસે.૨૪) માં ૮૧,૩૩૬ લાભાર્થીઓને લાભ અપાયો છે.

રસોઈમાં લાકડા અને છાણ જેવા ઇંધણનો વપરાશ કરવાથી ધુમાડાના કારણે મહિલાઓના સ્વાસ્થ્યને થતા નુકશાનને અટકાવવા માટે ન્ઁય્ ફ્રી સિલિન્ડર સહાય યોજના અમલી બનાવવામા આવી છે. ન્ઁય્ ફ્રી સિલિન્ડર સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪માં જામનગર જિલ્લામાં કુલ ૯૬,૬૦૧ લાભાર્થીઓ નોંધાયેલા છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના હેઠળ ૭.૮૧ કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે તેમ મંત્રીશ્રી પેટા પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts