સાવરકુંડલા ખાતે શિક્ષણ, સાહિત્ય અને સેવાના ત્રિ સત્યને સમર્પિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫ બુધવાર અને ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ ગુરૂવારના દિવસે નાટયપર્વ, સેવાભૂમિ પૂજનપર્વ અને સાહિત્ય-શિક્ષણ સન્માન પર્વ રૂપે ‘પર્વ ચતુર્દશી’નું જે. વી. મોદી હાઇસ્કૂલના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું છે. તદ્દન નિઃશુલ્ક હોસ્પિટલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર આ નિમિત્તે આરોગ્યના સેવાયજ્ઞ ને સંતોષદાયક રીતે એક દાયકો પૂર્ણ થઈ રહ્યો છે. તે અંતર્ગત આ કાર્યક્રમમાં પૂ. મોરારીબાપુના વરદ્ હસ્તે હોસ્પિટલના નિર્માણાધીન પ્રોજેક્ટ વિશ્વાસ નું ભૂમિપુજન સંપન્ન થશે, તેમજ સાહિત્ય, શિક્ષણ અને સંગીત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે અને ગોવિંદભાઇ ધોળકીયાની આત્મકથા આધારિત નિબંધ સ્પર્ધાના વિજેતાઓને પારિતોષિક એનાયત કરવામાં આવશે. આ દાયકા દરમિયાન હોસ્પિટલને જન સમુદાયનો કલ્પનાતીત પ્રતિસાદ સાંપડ્યો છે. તો આ સેવા ઉત્સવના ભાવ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ રિપોર્ટર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં સાવરકુંડલામાં ‘પર્વ ચતુર્દશી’ ઉજવાશે


















Recent Comments