ભાવનગર

ગારીયાધાર તાલુકાના પચ્છેગામ અને સુરનગર ગામે પી.એમ.પોષણ યોજના સંચાલકની ભરતી માટે અરજીઓ મંગાવાઈ

ગારીયાધાર તાલુકાના પચ્છેગામ અને સુરનગર ગામે પી.એમ.પોષણ યોજના, સંચાલકની ખાલી પડેલ જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ગારીયાધાર તાલુકાનાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો) ના કેન્દ્ર નં. ૧૯-પચ્છેગામ પ્રા.શાળા ખાતે એક(૧) તથા કેન્દ્ર નં-૪૧-સુરનગર પ્રા.શાળા ખાતે એક(૧) મ.ભો.યો કેન્દ્રો ઉપર સંચાલકની નિમણૂંક કરવાની હોય, જરૂરી લાયકાત ધરાવતા ધોરણ ૧૦ પાસ, ઉ.વ. ૨૦ થી ૬૦ ની હોય તેવા ઉમેદવારોએ નિયત નમુનામાં અરજી ફોર્મ મામલતદાર કચેરી, ગારીયાધાર પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો) શાખામાંથી વિનામુલ્યે તા. ૧૩/૦૧/૨૦૨૫ થી તા.૨૩/૦૧/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન અરજી ફોર્મ મેળવવા તથા રજૂ કરી શકશે. સ્થાનિક વિધવા મહિલાઓને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે તેમ ગારીયાધાર મમલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે

Related Posts