ભાવનગર

સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ને પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી એ સી ટી સ્કેન બિલ્ડીંગ માટે ૭૬ લાખ ના અનુદાન નો સંકલ્પ કર્યો

ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી માં સેવાકાર્યથી ખૂબ જ પ્રભાવિત સને ૨૦૨૧ થી વખતોવખત અનુદાન આપનાર ઉદારદિલ દાતા, હોસ્પિટલનાં શુભેચ્છક, કરૂણાવાન હાસ્યકલાકાર, લેખક, ચિંતક અને સમાજસેવક એવા ડો. શ્રી જગદિશભાઈ ત્રિવેદી (પદ્મશ્રી) દ્વારા સી.ટી. સ્કેન બિલ્ડીંગ નિર્માણ માટે આજરોજ ટ્રસ્ટીશ્રી-બી.એલ.રાજપરા સાથે અમેરીકાથી ફોનમાં વાત કરીને વધુ રૂા.૨૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પચ્ચીસ લાખ પુરા અનુદાન આપવાનો સંકલ્પ જાહેર કરેલ છે. જેથી આ સી.ટી.સ્કેન બિલ્ડીંગ માટે તેઓશ્રીનું પોતાનું વ્યક્તિગત રૂા.૫૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એકાવન લાખ પુરા અનુદાન થયેલ છે. ઉપરાંત તેઓશ્રીનાં સૌજન્યથી આ બિલ્ડીંગ માટે અન્ય રૂા.૨૫,૦૦૦૦૦/- અંકે રૂપિયા પચ્ચીસ લાખ પુરા આવેલ હોવાથી તેઓશ્રી દ્વારા સી.ટી. સ્કેન બિલ્ડીંગ માટે કુલ રૂા.૭૬,૦૦૦૦/- અંકે રૂપિયા છોતેર લાખ પુરા અનુદાન થાય છે.

હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે ડો. શ્રી જગદિશભાઈ ત્રિવેદી (પદ્મશ્રી) તથા તેમનાં પરીવારજનોનો હદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.

Related Posts