ગુજરાત

લોકસાહિત્ય દ્વારા લોકકલ્યાણ ની પ્રવૃત્તિ કરતા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી આશીર્વાદ માનવ મંદિરે પધારતા ઉષ્મા ભર્યો સત્કાર

સુરત કામરેજ ના ધોરણપારડી સ્થિતિ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિરે જાણીતા લોકસાહિત્યકાર વિવેચક પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી પધારતા સમગ્ર માનવ સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ દ્વારા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી નું ઉષ્મા ભર્યો સત્કાર કરાયો માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર દ્વારા માનવ માજ માધવ દર્શન ને મૂર્તિમંત્ર બનાવી અતિ ગંભીર હિંસક તામસ વૃત્તિ કે અસાધ્ય રોગિષ્ટ જેની પાસે જતા પણ ડર લાગે તેવા રખડતા ભટકતા લધર વધર વ્યક્તિ ઓને આહાર વિહાર સારવાર કરી માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરી કુદરત સહજ જીવન તરફ દોરી જતા સેવાયજ્ઞ થી ખૂબ રાજીપો વ્યક્ત કરતા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી ને સમગ્ર સંસ્થાન ની પ્રવૃત્તિ થી અવગત કરતા ભરતભાઇ માંગુકિયા એ જણાવ્યું હતું કે અત્યાર સુધી માં ૨૫૦૦ થી વધુ અતિગંભીર મનોદિવ્યાગ ની સેવા સારવાર કરી પુનઃ પરિવાર મિલન કરાવી દેશ દેશાવર માંથી અનેક ભાષા સંસ્કૃતિ ના મહા પ્રભુજી ઓને આશરો આપી માનવ સમાજ માં પુનઃ સ્થાપન કરાવતી આશીર્વાદ માનવ મંદિર પ્રવૃત્તિ ની વિસ્તૃત વાત કરતા ભરતભાઇ માંગુકિયા એ જણાવ્યું હતું કે અહીં આવતા ઉન્મત્તો વ્યક્તિ ઓને અમારી સંસ્થાન મહા પ્રભુજી તરીકે ઉદેશે છે અને સુરત ની ખૂબ સુરતી માટે માનવ સેવા ટ્રસ્ટ ની પ્રવૃત્તિ થી આજે સ્થિતિ ઘણી બદલાય એક સમયે જાહેર સ્થળો રેલવે સ્ટેશન બાગ બગીચા કે ફૂટપાથ ઉપર જોવા મળતા આવા લાચાર પીડિત ઉન્મતો થી મુક્ત બન્યું છે તેનો શ્રેય આવી ભગીરથ માનવતા લક્ષી સેવા ની ફલશ્રુતિ કહી શકાય દેશ ભર ના અનેક રાજ્યો પ્રાંત પ્રદેશો માંથી આવતા મહાપ્રભુજી ઓને આશરો આપી માનવ સમાજ માં પુનઃ સ્થાપન નું રૂડું કાર્ય કરતી સંસ્થાન ના દરેક વિભાગો વ્યવસ્થા સ્વચ્છતા આહાર વિહાર સહિત રજેરજ માહિતી મેળવી ખૂબ પ્રભાવિત પદ્મ શ્રી જગદીશભાઈ ત્રિવેદી એ કલાકો સુધી માનવ મંદિર માં આશ્રિત મહા પ્રભુજી સાથે સમય વિતાવ્યો હતો વિશ્વ ના અનેક દેશો માં લોકસાહિત્ય દ્વારા ચેરિટી કરી સમગ્ર રકમ સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક આરોગ્ય સેવી સંસ્થા ઓમાં દાન કરી લોક કલ્યાણ નું વંદનીય કાર્ય કરતા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી એ આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાત લેતા આભાર પ્રગટ કરતા ભરતભાઇ માંગુકિયા સહિત ના ટ્રસ્ટી મંડળે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો 

Related Posts