પાકિસ્તાને અફઘાન ઉપર હવાઈ હુમલો કર્યો, મહિલાઓ અને બાળકો સહિત ૧૫ લોકોના મોત
પાકિસ્તાનમાં આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન ખુલ્લેઆમ પાક આર્મીની કત્લેઆમ કરી રહયું છે. સુરક્ષા દળો માટે તહરીક-એ-તાલિબાન કાળ બની ગયો છે. ક્યારેક બોમ્બ વિસ્ફોટો તો કયારેક ગોળીબાર કરીને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાની સેનાના જવાનોને મારી રહી છે. પાકિસ્તાનના લોકોને તો છોડો, સેનાના જવાનો પણ હવે ટીટીપીથી ડરે છે. હવે પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાનનો ડર વધી રહયો છે. ટીટીપીના ડરને નકારી કાઢવા માટે પાકિસ્તાને હવે અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો છે. હા, પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ૧૫ લોકોના મોત થયા છે. પાકિસ્તાનના આ પગલાથી અફઘાન તાલિબાન લાલઘૂમ થઈ ગયા છે. હવે તેણે બદલો લેવાના શપથ લીધા છે.
વાસ્તવમાં, પાકિસ્તાને મંગળવારે દાવો કર્યો હતો કે તેણે અફઘાનિસ્તાનની અંદર અનેક તાલિબાન સ્થાનોને નિશાન બનાવ્યા હતા અને હવાઈ હુમલા કર્યા હતા. પાક સેનાનો દાવો છે કે આ હુમલાઓમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનું એક ટ્રેનિંગ સેન્ટર નષ્ટ કરવામાં આવ્યું હતું અને ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે તાલિબાનના સૂત્રોએ દાવો કર્યો છે કે પાકિસ્તાનના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ૧૫ લોકો માર્યા ગયા છે. પાકિસ્તાને તેની સરહદે આવેલા પક્તિકા પ્રાંતમાં સ્થિત પહાડી વિસ્તારમાં આકાશમાંથી બોમ્બ ફેંકયા હતા. જાેકે, એ સ્પષ્ટ નથી કે પાકિસ્તાની જેટ અફઘાનિસ્તાનની અંદર કયાં સુધી ગયા અને કેવી રીતે હુમલા કરવામાં આવ્યા પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લા પર હવાઈ હુમલો કર્યો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૧૫ લોકો માર્યા ગયા અને મળત્યુઆંક વધવાની આશંકા છે. ૨૪ ડિસેમ્બરની રાત્રે થયેલા હુમલામાં લમણ સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યાં એક પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા.
સ્થાનિક સૂત્રોએ દાવો કર્યો છે કે પાકિસ્તાની જેટ વિમાનોએ ભારે બોમ્બમારો કર્યો હતો. અહેવાલો અનુસાર, બર્મલનું મુર્ગ બજાર ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું, જે હાલના માનવતાવાદી સંકટને વધારે છે. હવાઈ હુમલાને કારણે ગંભીર નાગરિક જાનહાનિ થઈ અને વ્યાપક વિનાશ થયો, આ પ્રદેશમાં વધુ તણાવ વધ્યો. તાલિબાને હુમલાનો જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી હતી ખામા પ્રેસે અહેવાલ આપ્યો કે જ્યારે બચાવ કામગીરી ચાલુ હતી, ત્યારે વિગતોની પુષ્ટિ કરવા અને હુમલાની જવાબદારી સ્પષ્ટ કરવા માટે વધુ તપાસની જરૂર હતી. આ હુમલો કયા હેતુથી કરવામાં આવ્યો તેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ પહેલા પણ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી હતી. માર્ચ પછી તાલિબાનની જગ્યાઓ પર પાકિસ્તાનનો આ બીજાે હુમલો હતો. માર્ચમાં પાકિસ્તાને કહ્યું હતું કે અફઘાનિસ્તાનની અંદરના સરહદી વિસ્તારોમાં ગુપ્ત માહિતીના આધારે હુમલા કરવામાં આવ્યા હતા. જાે કે કાબુલમાં અફઘાન સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાની હવાઈ હુમલાની નિંદા કરી છે. પાકિસ્તાની બોમ્બ ધડાકામાં મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો પણ આરોપ છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે મોટાભાગના પીડિતો વઝીરિસ્તાન ક્ષેત્રના શરણાર્થીઓ હતા.
Recent Comments