રાષ્ટ્રીય

પાકિસ્તાનની સેના ઘૂંટણીયે આવી, તાલિબાને યુનિફોર્મ ઉતરાવી ઉજવણી કરી

અફઘાન-પાકિસ્તાન સરહદ પર ચાલી રહેલો તણાવ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આ યુદ્ધમાં સીઝફાયરની પહેલાં જ બુધવારે કાબુલ અને કંદહારમાં પાકિસ્તાને હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 15 અફઘાન નાગરિકો માર્યા ગયા અને 100થી વધુ ઘાયલ થયા હતાં. તાલિબાને  પણ વળતો હુમલો કરીને સ્પિન-બોલ્દકમાં સરહદી ચોકીઓ પર કબજો કર્યો હતો. તેમણે ચોકી પરથી પાકિસ્તાની સૈનિકોના જપ્ત કરેલા પેન્ટ જાહેરમાં પ્રદર્શિત કરતાં વિરોધ નોંધાવ્યો હતો.

અફઘાનિસ્તાનના પૂર્વી નાંગરાહાર પ્રાંતમાં દુરાંદ લાઇન નજીક પાકિસ્તાની સેનાની લશ્કરી ચોકીઓ પર કબજો કરી સૈનિકોના પેન્ટ પ્રદર્શિત કર્યા હતા. એક મીડિયા રિપોર્ટરે આ દેખાવોની તસવીર લીધી હતી. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. જેમાં વળતા હુમલા પછી તેઓ ભાગી ગયેલા સરહદી ચોકીઓમાંથી જપ્ત કરાયેલા પેન્ટ અને શસ્ત્રો દર્શાવવામાં આવ્યા હતા. તણાવમાં સતત વૃદ્ધિના કારણે અફઘાન લોકો ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન સામે ઇસ્લામિક અમીરાતના સૈનિકો વિરૂદ્ધ વિરોધ રેલી કાઢી રહ્યા છે.કંદહારના રહેવાસી મોહિબુલ્લાહને ટાંકીને કહ્યું કે, જો જરૂર પડે તો, અમે મુજાહિદ્દીન અને યુદ્ધના મેદાનમાં સેના સાથે પણ જોડાઈશું. ઇસ્લામિક અમીરાતએ આ અંગે ખાતરી કરી હતી કે, પાકિસ્તાન સામે તમામ લોકો તેમની સાથે ઉભા છે,

પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં અથડામણમાં 200 થી વધુ લોકો માર્યા ગયા છે. ઇસ્લામાબાદે કાબુલમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) કેમ્પોને નિશાન બનાવ્યા પછી ગયા અઠવાડિયે ચાલુ દુશ્મનાવટ શરૂ થઈ છે.  ઘટના ત્યારે પણ બની જ્યારે તાલિબાન શાસનના અફઘાન વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી ભારતની તેમની પ્રથમ મુલાકાત પર હતા.

Related Posts