જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકો પર આતંકવાદી હુમલા બાદ, ભારતે સરહદ પાર આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાન સામે કડક પગલાં લીધાં છે. ત્યારે હવે પાકિસ્તામાં પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશને દેશભરમાં ભારતીય ગીતો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશને ભારતીય ગીતો પર પ્રતિબંધ મુક્યો છે, ત્યારે પાકિસ્તાની સરકારે ૧ મે, ૨૦૨૫ના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં એ જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાન હવે બોલિવૂડ ગીતો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મામલે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું કે, ‘હવે પાકિસ્તાની એફએમ રેડિયો સ્ટેશનો પર ભારતીય ગીતો વગાડવામાં આવશે નહીં.‘ એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ ર્નિણય સમગ્ર દેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
બંને દેશો વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારે એસોસિએશનને તમામ એફએમ રેડિયો સ્ટેશનો પર ભારતીય ગીતોનું પ્રસારણ તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે તેવી અટકળો વચ્ચે પાકિસ્તાનના માહિતી પ્રધાન અત્તા તરારએ પીબીએના ર્નિણયની જાણ કરી હતી.
પીબીએને લખેલા પત્રમાં, તરારે કહ્યું, “પીબીએના દેશભક્તિના આ વલણની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે અને તે સમગ્ર રાષ્ટ્રની સામૂહિક ભાવનાને પ્રતિબિંબિત કરે છે.” તેમણે કહ્યું કે પાકિસ્તાનના એફએમ સ્ટેશનો પર ભારતીય ગીતો પર પ્રતિબંધ મૂકવાથી એ સ્પષ્ટ થાય છે કે “આપણે બધા આવા કસોટીના સમયમાં રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા અને મુખ્ય મૂલ્યોને ટેકો આપવા માટે એક થઈને ઊભા છીએ.”
પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશન દ્વારા પાકિસ્તાનના FM રેડિયો સ્ટેશનો પર ‘ભારતીય ગીતો‘ પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકાયો

Recent Comments