રાષ્ટ્રીય

મિસાઈલ ટેસ્ટના ફાંકા મારતું રહ્યું પાકિસ્તાન અને ભારતે અરબી સમુદ્રમાં બતાવી દીધી તાકાત

ભારતે અરબી સમુદ્રમાં મિસાઇલ (સ્ઇ-જીછસ્) એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડિસ્ટ્રોયરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બુધવારે વડાપ્રધાન મોદી ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે કરેલ બેઠક બાદ પાકિસ્તાન સામે પાંચ કડક પગલાં લીધાં અને સિંધુ જળ કરાર પર રોક લગાવી દીધી અને અટારી સરહદ બંધ કરી દીધી. આનાથી પાકિસ્તાન નારાજ છે. પાકિસ્તાને પણ કેટલાક ભારત વિરોધી પગલાં લીધા છે. આ સાથે પાકિસ્તાને તેની લશ્કરી તૈયારીઓ વધારી દીધી છે અને સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલનું પરીક્ષણ શરૂ કરી દીધું છે જેથી તે ભારતને બતાવી શકે કે તે યુદ્ધના મોરચે સામનો કરવા માટે તૈયાર છે. પરંતુ પાકિસ્તાન તેનું પરીક્ષણ કરે તે પહેલાં જ ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ ૈંદ્ગજી સુરતે અરબી સમુદ્રમાં મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ (સ્ઇ-જીછસ્) એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડિસ્ટ્રોયરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
આ સફળ પરીક્ષણ બાદ ભારતીય નૌસેનાએ ઠ પર લખ્યું, ‘ભારતીય નૌસેનાના નવીનતમ સ્વદેશી માર્ગદર્શિત મિસાઇલ વિનાશક ૈંદ્ગજી સુરતે સમુદ્રમાં લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કર્યું, જે આપણી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.‘
પાકિસ્તાની નૌસેના અરબી સમુદ્રમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલનું પરીક્ષણ કરવાનું વિચારી રહ્યું હતું, ત્યારે ભારતે પોતાની તાકાત બતાવી. આ દરમિયાન ૈંદ્ગજી સુરતે અરબી સમુદ્ર પર ઝડપથી ઉડતા ટાર્ગેટ પર સ્ઇ-જીછસ્ મિસાઇલ સિસ્ટમ વડે સચોટ રીતે નિશાન સાધ્યું અને તેને નષ્ટ કરી દીધું. સ્ઇ-જીછસ્ સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલો અને અન્ય હવાઈ લક્ષ્યો સામે ખૂબ અસરકારક છે.

Related Posts