બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સિંધુ જળ સંધિ વિવાદ પર ઉશ્કેરણીજનક ટિપ્પણી કરતા કહ્યું, નદીમાં લોહી વહેશે
ભારત દ્વારા જમ્મુ-કસમીરના પહાલગામમાં થયેલ આતંકી હુમલા બાદ લેવામાં આવેલ કડક પગલાં ના કારણે પાકિસ્તાનના મોટા નેતાઓના હોશ ઉડી ગયા છે તથી હવે તેમણે ઝેર ઓકવયનું ચાલુ કરી દીધું છે. આ સંદર્ભમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના પ્રમુખ અને વડા પ્રધાન શાહબાઝ શરીફના સાથી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સિંધુ જળ સંધિ વિવાદ પર ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી અને કહ્યું કે નદીમાં લોહી વહેશે.
ઝરદારીએ એક જાહેર રેલીમાં કહ્યું કે હું આ સિંધુ નદી સાથે ઉભો છું અને ભારતને સંદેશ આપું છું કે સિંધુ નદી અમારી છે, કાં તો અમારું પાણી આ નદીમાં વહેશે અથવા તમારું લોહી વહેશે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખે કહ્યું કે ભારતે પહલગામ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું છે. પોતાની નબળાઈઓ છુપાવવા અને પોતાના લોકોને મૂર્ખ બનાવવા માટે, (ભારતીય વડા પ્રધાન) મોદીએ ખોટા આરોપો લગાવ્યા છે અને સિંધુ જળ સંધિને એકપક્ષીય રીતે સ્થગિત કરી દીધી છે, જેના હેઠળ ભારતે સ્વીકાર્યું છે કે સિંધુ પાકિસ્તાનની છે. હું અહીં સુક્કુરમાં સિંધુ નદી પાસે ઊભો રહીને ભારતને કહેવા માંગુ છું કે સિંધુ અમારી છે અને અમારી જ રહેશે, પછી ભલે આ સિંધુમાં પાણી વહે કે તેમનું લોહી.
Recent Comments