રાષ્ટ્રીય

પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોએ મોટો સ્વીકાર કર્યો, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સાથે સંબંધો હોવાનો દાવો કર્યો

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધતાં પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ એક એવું કબૂલનામું કર્યું, જેણે પાકિસ્તાનના ગુનાઓને આખી દુનિયા સામે ઉજાગર કરી દીધા છે. બિલાવલ ભુટ્ટોએ સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના એ કબૂલનામાને સાચું જણાવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે, ‘પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરે છે. અમે આશરે ત્રણ દાયકા સુધી અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આ કામ કર્યું છે. અમને આતંકવાદીઓને પાળવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.‘
પાક. નેતા બિલાવલ ભુટ્ટોએ પણ આ વાતને યોગ્ય જણાવી છે. એક ઇન્ટરવ્યુમાં વાત કરતાં સમયે બિલાવલે કહ્યું કે, ‘જ્યાં સુધી સંરક્ષણ મંત્રીની વાત છે. મને નથી લાગતું કે, એમાં કોઈ રહસ્ય છે કે પાકિસ્તાનનો એક ઇતિહાસ રહ્યો છે. તેનું પરિણામ આપણને ભોગવવું પડ્યું છે. આપણે ત્યાં કટ્ટરતાની લહેર પેદા થઈ. પરંતુ, હવે આપણે થોડાં પાઠ પણ ભણ્યા છે. આપણે આ સમસ્યાનો સામનો કરવા માટે અમુક આંતરિક સુધારા પણ કર્યા છે. એ હકીકત છે કે, પાકિસ્તાનનો એક કટ્ટરતાનો ઇતિહાસ રહ્યો છે, જેને નકારી ન શકાય. પરંતુ, હવે આપણે તેનાથી આગળ નીકળી ગયા છીએ.‘
પાકિસ્તાનના ઇતિહાસ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આ ગઈકાલ જ છે. આજનો ર્નિણય આપણા કાલથી પ્રભાવિત નથી. એ વાત સાચી છે કે, તે આપણી દુર્ભાગ્યપૂર્ણ કાલ હતી. હવે પાકિસ્તાને આતંકવાદનો સામનો કરવા યોગ્ય પગલાં લીધા છે અને તેની અસર પણ જાેવા મળે છે.‘
અગાઉ, ખ્વાજા આસિફે પોતાની કબૂલાતમાં કહ્યું હતું કે, “આપણે લગભગ ૩ દાયકાથી યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટન સહિત પશ્ચિમ માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ, તે એક ભૂલ હતી, અને અમે તેના માટે ભોગવવું પડ્યું, અને તેથી જ તમે મને આ કહી રહ્યા છો. જાે આપણે સોવિયેત યુનિયન સામેના યુદ્ધમાં અને પછીથી, ૯/૧૧ પછીના યુદ્ધમાં જાેડાયા ન હોત, તો પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ નિર્દોષ હોત,” ખ્વાજા આસિફે ઉમેર્યું.

Related Posts