fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાની આતંકવાદી સંગઠનો અર્શ દલ્લા ગેંગને શસ્ત્રો પૂરા પાડે છે : NIA રિપોર્ટ

મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ દલ્લાને લઈને ઈન્ડિયન નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ)ની તપાસમાં એક મહત્વનો ખુલાસો થયો છે. દ્ગૈંછની ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અર્શદીપ દલ્લા પંજાબના યુવાનોને ન માત્ર ગેંગસ્ટર બનાવી રહ્યો હતો, પરંતુ તેમને નોકરી આપવાના બહાને કેનેડા બોલાવીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં પણ સામેલ કરી રહ્યો હતો. ચાર્જશીટમાં ઘણી વધુ ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે,

જે દેશમાં સક્રિય અર્શદીપ દલ્લાની આતંકવાદી અને ગેંગસ્ટર પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે. ૨૮ ઓક્ટોબરે કેનેડિયન પોલીસે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અર્શદીપ દલ્લાની ધરપકડ કરી હતી, જેને ભારત દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. અર્શદીપ દલ્લા, જે એક સમયે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય હતો, તે હવે તેનો કટ્ટર દુશ્મન બની ગયો છે. રિપોર્ટ અનુસાર અર્શદીપ દલ્લા પાકિસ્તાન બોર્ડરથી હથિયાર સપ્લાય કરવામાં સામેલ છે. આ પહેલીવાર છે જ્યારે દ્ગૈંછએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે હથિયારો પાકિસ્તાનથી પંજાબમાં ડ્રોન દ્વારા મોકલવામાં આવે છે.

અર્શદીપ દલ્લાને ૨૦૨૩માં ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો, તેની સામે ૭૦ થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. અર્શદીપ દલ્લા પહેલા ખંડણીનું કામ કરતો હતો, પરંતુ બાદમાં તે ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (દ્ભ્‌હ્લ)માં જાેડાયો, જે ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. અર્શ દલ્લા ખાલિસ્તાન તરફી આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની નજીક હતો અને નિજ્જરની હત્યા બાદ આર્શે દ્ભ્‌હ્લની કમાન સંભાળી લીધી હતી,

એટલે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ૈંજીૈંના આશ્રય હેઠળ ચાલતું ખાલિસ્તાની આતંકવાદી સંગઠન દ્ભ્‌હ્લના તમામ ર્નિણયો લે છે. દ્ગૈંછએ ચાર્જશીટમાં લખ્યું છે કે, અર્શદીપ દલ્લા પંજાબના યુવાનોને નોકરીની લાલચ આપીને કેનેડા મોકલતો હતો. તેમના માટે કેનેડામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને હથિયાર ચલાવવાની તાલીમ આપવામાં આવી હતી. ત્યારપછી તેઓ પંજાબના મોટા વેપારીઓને ધાકધમકી આપીને છેડતી કરતા હતા. અર્શનું નેટવર્ક કેનેડા, અમેરિકા, યુરોપ, મધ્ય-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તરેલું છે અને અર્શ દલ્લા અનેક ટાર્ગેટ કિલિંગમાં પણ સામેલ છે.

દ્ગૈંછની ચાર્જશીટમાં એવો પણ ખુલાસો થયો છે કે અર્શદીપ દલ્લા અને બંબિહા ગેંગના સભ્યો પાકિસ્તાનમાંથી વિદેશી હથિયારોની દાણચોરી કરે છે. આ હથિયારોને પાકિસ્તાનથી પંજાબમાં ડ્રોન દ્વારા પહોંચાડવામાં આવે છે. આ હથિયારોનો ઉપયોગ પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે થાય છે. અર્શ દલ્લાનું નેટવર્ક હવાલા મારફતે ભારતથી કેનેડામાં નાણાં મોકલે છે, જેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓમાં થાય છે. આ ઉપરાંત આ ટોળકી પ્રોપર્ટી ડીલરો અને ધંધાર્થીઓ પાસેથી ખંડણી ઉઘરાવવામાં પણ સામેલ છે. અર્શની ગેંગનો મુખ્ય ઉદ્દેશ્ય ટાર્ગેટ કિલિંગ, ખંડણી અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે. દ્ગૈંછએ અર્શ દલ્લા અને તેની ગેંગના ખતરનાક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેઓ માત્ર પંજાબમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવી રહ્યા છે. અર્શ ખાલિસ્તાન ટાઈગર ફોર્સ અને પાકિસ્તાનના આતંકવાદી નેટવર્ક સાથે જાેડાણ ધરાવે છે, અને તેની પ્રવૃત્તિઓ દ્વારા આતંકવાદ માટે ભંડોળ એકત્ર કરવાનું કામ કરે છે.

Follow Me:

Related Posts