fbpx
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરને લઈને પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એકવાર ખુલ્લું પડી ગયું

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર અંગેનો ઠરાવ લાવ્યુ પાકિસ્તાન, ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના મીડિયા અહેવાલોને ફગાવી દીધા જમ્મુ-કાશ્મીરને લઈને પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એકવાર ખુલ્લું પડી ગયું છે. ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના મીડિયા અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જમ્મુ અને કાશ્મીર અંગેનો ઠરાવ લાવ્યુ હતુ અને તેને મતદાન કર્યા વિના જ પસાર કરી દેવામાં આવ્યો છે. એજન્સીના સમાચાર અનુસાર જણાવીએ, એજન્સીને વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે,”આ એક વાર્ષિક પ્રસ્તાવ હતો, જેને ત્રીજી સમિતિમાં રજૂ કરવામાં આવ્યો હતો”. વિદેશ મંત્રાલયે કહ્યું, અમે યુએનજીએમાં એક ઠરાવ વિશે પાકિસ્તાનના ભ્રામક વિદેશી મીડિયા અહેવાલો જાેયા છે.

આ ત્રીજી સમિતિમાં પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલ વાર્ષિક પ્રસ્તાવ છે. તે મત વિના અપનાવવામાં આવતો હોય છે. સૂત્રે દાવો કર્યો છે કે, આ પ્રસ્તાવમાં જમ્મુ-કાશ્મીરનો કોઈ જ ઉલ્લેખ નથી. પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, લોકોના સ્વ-ર્નિણયના અધિકાર પરનો દેશનો ઠરાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (ેંદ્ગય્છ) દ્વારા અપનાવવામાં આવ્યો હતો. જાે કે આ મામલા સાથે જાેડાયેલા એક સૂત્રે જણાવ્યું કે પાકિસ્તાન દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રની ત્રીજી સમિતિમાં આવો પ્રસ્તાવ રજૂ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિને સામાજિક, માનવતાવાદી અને સાંસ્કૃતિક સમિતિ અને ઝ્ર૩ પણ કહેવામાં આવે છે. તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની છ મુખ્ય સમિતિઓમાંની એક છે.

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનો એક જ મોટો મુદ્દો છે અને તે છે ભારતનું અભિન્ન જમ્મુ-કાશ્મીર. ભારત પાકિસ્તાનના તમામે તમામ પ્રસ્તાવ પર નજર રાખતુ આવ્યું છે. પાકિસ્તાન ઘણીવાર કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરે છે, જેનો ભારત પણ ત્વરીત જ જવાબ આપે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ૧૯૩ સભ્ય દેશોની બનેલી છે. ભારત અને પાકિસ્તાન પણ તેનો એક ભાગ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન મળે છે. આ દરમિયાન તમામ દેશો આ મંચ પર પોતાના દેશના મુદ્દા રજૂ કરે છે. જાેકે, વિદેશ મંત્રાલયે ખાસ સ્પષ્ટતા કરી હતી કે, ઠરાવમાં જમ્મુ અને કાશ્મીરનો કોઈ ઉલ્લેખ નથી, જેના વિશે કથિત રીતે વિદેશી મીડિયામાં ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા હતા.

Follow Me:

Related Posts