આજરોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક સુરક્ષા જાગૃતિ સપ્તાહ અંતર્ગત સાવરકુંડલા શહેરમા આવેલ રેલવે સ્ટેશન પર પ્લેટ ફોર્મ ટિકિટ લઈને સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી તેમજ બિપીનભાઈ પાંધી દ્વારા રેલવે સ્ટેશન પર આવતા જતાં મુસાફરોને ગ્રાહક સુરક્ષા સંબંધિત પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત યાત્રીઓ તેમજ તેમને વિદાય આપવા આવેલ સ્વજનો તથા મિત્રોને પણ બેંક લોકરના નિયમો સંબંધિત માહિતી દર્શાવતાં પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું અને ગ્રાહક જાગૃતિ સંદર્ભે પ્રાથમિક વિગત આપવામાં આવી આ તકે રેલવે સ્ટેશન માસ્તર ટિકિટ વિતરણ વિભાગ રીઝર્વેશન વિભાગમાં કામ કરતાં કર્મચારીઓની મુલાકાત પણ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવી અને તેમને પણ ગ્રાહક સુરક્ષા જાગૃતિ સંદર્ભે પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું.
સાવરકુંડલા શહેરમાં આવેલ રેલવે સ્ટેશન પર ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક સુરક્ષા જાગૃતિ સપ્તાહ અંતર્ગત ગ્રાહક સુરક્ષા સંદર્ભે માહિતી દર્શાવતાં પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું


















Recent Comments