પંચમહાલ ભાજપ દ્વારા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના વિરોધમા દેખાવો અને રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી વિરોધમા દેખાવો કર્યો
પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા ગોધરા ના ચર્ચ સર્કલ પાસે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું પંચમહાલ ભાજપ દ્વારા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ ના વિરોધ મા દેખાવો અને રાહુલ ગાંધી ના પૂતળા નું દહન કરવામાં આવ્યું હતું. દેશ ના ગ્રુહ રાજ્ય મંત્રી અમિતભાઇ શાહ ના સંસદ મા બાબા સાહેબ અંગે ના નિવેદન મુદ્દે નિવેદનને તોડી મરોડી કોંગ્રેસ દ્વારા પ્રદષિત કરવા મામલે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા ગોધરા ના ચર્ચ સર્કલ પાસે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. બાબા સાહેબ કા અપમાન નહીં સહેંગે, રાહુલ ગાંધી મુર્દાબાદના સુત્રોચાર કરી ભાજપ ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને રાહુલ ગાંદીના પૂતળાનું દહન કર્યું હતું. વિરોધ પ્રદશનમા ભાજપ અગ્રણીઓ, યુવા મોરચા ના કાર્યકરો અને મહિલા કાર્યકરો જાેડાયા હતા.
Recent Comments