પંચમહાલ હાલોલમાં જીઆઇડીસીમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલોલમાં જીઆઇડીસીમાં પ્લાસ્ટિકના એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતાં એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. પંચમહાલ હાલોલમાં જીઆઇડીસીમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલોલમાં જીઆઇડીસીમાં પ્લાસ્ટિકના એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતાં એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. આના પગલે મોટા પ્રમાણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૫૦ હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જીપીસીબી, નગરપાલિકા, રેવન્યુ સહિત ૧૦થી વધુ ટીમે કામગીરી નીભાવી છે. પોલીસ બંદોબસ્ત સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આના પગલે હવે તેનું ઉત્પાદન તથા વેચાણ ગેરકાયદેસર છે. તેથી આ આખી પ્રવૃત્તિ ગેરકાયદેસરની બની ગઈ છે, તેથી તેનું ઉત્પાદન અને વેચાણ કરનારા સામે તંત્ર દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી કરે છે.
પંચમહાલ : હાલોલ GIDCમાં મેગા ઓપરેશન, સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનારાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા, ૫૦ હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

Recent Comments