ભાવનગર

લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ સ્પિકમેકે’ અંતર્ગત પંડિત રિતેશ અને પંડિત રજનીશ મિશ્રાનો કાર્યક્રમ

લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ યોજાયેલ છે. ‘સ્પિકમેકે’ અંતર્ગત પંડિત શ્રી રિતેશ અને પંડિત શ્રી રજનીશ મિશ્રાનો કાર્યક્રમ માણવા મળશે.

ગોહિલવાડની સુપ્રસિધ્ધ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી મંગળવાર તા.૬ રાત્રે ૮/૩૦ કલાકે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ માણવા મળશે. ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે સાંસ્કૃતિક વિરાસતને આજની યુવા પેઢી સુધી પહોંચાડવા કાર્યરત અભિયાન એટલે સુપ્રસિદ્ધ ‘સ્પિકમેકે’ અંતર્ગત પંડિત શ્રી રિતેશ અને પંડિત શ્રી રજનીશ મિશ્રાનો કાર્યક્રમ માણવા મળશે. આ સાથે તબલા પર શ્રી નીરજ ધોળકિયા તથા પેટી પર શ્રી પલાશ ધોળકિયા સંગત આપનાર છે.

લોકભારતી સંસ્થામાં સારસ્વત ભવનમાં યોજાનાર આ સંગીત ગાયન ઉપક્રમ સંદર્ભે ‘સ્પીકમેકે’ ભાવનગર એકમના સ્વયંસેવક સંયોજક શ્રી ઉદય ભટ્ટે જણાવ્યા મુજબ આ અભિયાન સંસ્થા દ્વારા ભારતીય કૌશલ્ય કળા નવી પેઢી સુધી જળવાઈ રહે અને ભવ્ય સાંસ્કૃતિક વારસો માણી અને જાણી શકે તે હેતુ રહેલો છે. આ ઉપક્રમમાં કેન્દ્રમાં શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે વિદ્યાર્થીઓ રહેલા છે, જે સાથે કલાકારો, સંસ્થાઓ અને સહયોગીઓ દ્વારા સમગ્ર દેશમાં આ પ્રેરક પ્રવૃત્તિ ચાલી રહેલ છે. આ ઉપક્રમનો લાભ આગામી મંગળવારે લોકભારતી સંસ્થા દ્વારા મળનાર છે.

Related Posts