ભાવનગરમાં પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે પરાક્રમ દિવસની ઉજવણી કરાઈ
કેન્દ્રીય વિદ્યાલય, ભાવનગર પરા ખાતે પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન શાળાના આચાર્ય શ્રી નીરજ જોનવાલ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોસ ના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને અને નેતાજીના બલિદાનને શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે “ભારત હૈ હમ પરીક્ષા પે ચર્ચા 2025” કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને સુભાષચંદ્ર બોઝની સિરિયલો બતાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કે.વી.ભાવનગર, જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ, ફાતિમા કોન્વેન્ટ પબ્લિક સ્કૂલ, કે.પી.ઈ.એસ., સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલના 100
સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આચાર્યશ્રીએ તેઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા અને સૌનો આભાર માન્યો હતો.
Recent Comments