આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા એક તરફ જ્યાં લોકો માટે જોડાણનું માધ્યમ બન્યું છે, ત્યાં બીજી તરફ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો માટે શિકાર શોધવાનું હથિયાર પણ બની રહ્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવી જ એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લાલજી ઉર્ફે અજય કાનાણી નામના આરોપીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પરિણીત મહિલા સાથે મિત્રતા કેળવી હતી. આરોપીએ પરિણીત મહિલાઓને ફસાવવા માટે ‘પ્રેમજાળ’નો ઉપયોગ કર્યો હતો. મિત્રતા કેળવ્યા બાદ આરોપી અજય કાનાણીએ પીડિતાને પોતાની પત્ની બીમાર છે અને થોડા સમયમાં તે મૃત્યુ પામશે, ત્યારબાદ તે પીડિતા સાથે લગ્ન કરશે, તેવો ખોટો વિશ્વાસ (જાસો) આપ્યો હતો. લગ્નની આ લાલચ આપીને અજય કાનાણીએ પરિણીતા સાથે ઠગાઈ કરવાની શરૂઆત કરી હતી. તેણે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પીડિત પરિણીતાને સુરત તેમજ ગોવાની અલગ-અલગ હોટલોમાં લઈ જઈને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપીના વિશ્વાસમાં આવીને પીડિતાએ તેના પતિથી છૂટાછેડા પણ લીધા હતા. છૂટાછેડા પછી અજય ઉર્ફે લાલજી કાનાણીએ પીડિતાને એક વર્ષ સુધી પોતાની સાથે ‘લિવ-ઇન’ રિલેશનશિપમાં રાખી હતી.જોકે, સમય વીતતા આરોપીએ પીડિતા સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી ઠગાઈ કરી હતી. ત્યારબાદ પીડિતાએ સમગ્ર ઘટના અંગે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આરોપી અજય કાનાણી બ્રાન્ડેડ કંપનીના બ્લુટૂથ અને બડ્સના ડુપ્લીકેશનના ગેરકાયદેસર વ્યવસાય સાથે પણ જોડાયેલો છે. સરથાણા પોલીસે આરોપી અજય કાનાણી વિરુદ્ધ દુષ્કર્મ (રેપ) અને છેતરપિંડીનો ગંભીર ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના ફરી એકવાર યુઝર્સને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંબંધો કેળવતા પહેલા સાવચેત રહેવાની ચેતવણી આપે છે.
સુરતના સરથાણામાં પરિણિતાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ, ગોવાની અલગ-અલગ હોટલોમાં લઈ જઈને અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા


















Recent Comments