અમરેલી

બગસરા પો.સ્ટે. ઇંગ્લીશ દારૂની હેરફેરના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલફર્લોસ્કવોર્ડ અમરેલી

આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

        શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલી તથા શ્રી જયવીર ગઢવી સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકનાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ વી.એમ.કોલાદરા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ પેરોલ ફર્લો ટીમ દ્વારા બગસરા પો.સ્ટે. સી-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૦૯૨૫૦૧૭૬/૨૦૨૫ પ્રોહી કલમ – ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબના કામે છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપી બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ સોર્સ મારફતે હકીકત મળતા બાબરા પો.સ્ટે. વિસ્તારમાં તપાસ તજવીજ કરી નાસતા ફરતા આરોપીને તા.૧૫/૧૨/૨૦૨૫ ના રોજ બાબરા પો.સ્ટે. વિસ્તાર ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ બગસરા પો.સ્ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ છે.

વિગતઃ- આ કામે બગસરા પો.સ્ટે. સી-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૦૯૨૫૦૧૭૬/૨૦૨૫ પ્રોહી ક. ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબના ગુન્હાના કામે પીઠડીયા ચોકડી પાસે બોલેરો ફોરવ્હીલમાં કનુભાઇ જેઠસુરભાઇ ખાચર ઇંગ્લીશ દારુની બોટલ નંગ -૧૩૯ સાથે પકડાઇ જતા બગસરા પોલીસ સ્ટેશનમા દારૂનો કેસ થયેલ હોય તેમા દારૂ સપ્લાઇ કરનાર તરીકે મજકુર વિજય બહાદુરભાઇ ધાધલ રહે.સુર્યાચોક,થાનગઢ જિ.સુરેન્દ્રનગર વાળાનુ નામ ખુલવા પામેલ હોય જે કામે આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો.

પકડાયેલ આરોપી:- વિજયભાઇ બહાદુરભાઇ ધાધલ ઉ.વ.૩૨ રહે.સુર્યાચોક, થાનગઢ જિ.સુરેન્દ્રનગર

આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ:-

(૧) સુરેન્દ્રનગર જિલ્લો થાનગઢ પો.સ્ટે. ગુ.ર.નં ૦૪૧૦/૨૦૨૦ પ્રોહી ક.૬૫ એ એ વિ.

(૨) સુરેન્દ્રનગર જિલ્લો થાનગઢ પો.સ્ટે. ગુ.ર.નં ૦૩૮૮/૨૦૨૦ પ્રોહી ક.૬૫ એ ઇ વિ.

(૩) સુરેન્દ્રનગર જિલ્લો ચોટીલા પો.સ્ટે. ગુ.ર.નં ૦૨૧૧/૨૦૨૦ IPC ક.૧૪૭,૧૪૮,૧૪૯,૩૦૭,૩૨૩,૫૦૪,૫૦૬(૨) વિ.

(૪) સુરેન્દ્રનગર જિલ્લો સાયલા પો.સ્ટે. ગુ.ર.નં ૦૫૩/૨૦૨૧ પ્રોહી ક.૬૫ એ ઇ વિ.

(૫) સુરેન્દ્રનગર જિલ્લો થાનગઢ પો.સ્ટે. ગુ.ર.નં ૦૩૧૧/૨૦૨૧ પ્રોહી ક.૬૫ એ ઇ વિ.

આ કામગીરી શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી તથા શ્રી જયવીર ગઢવી સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકનાઓની સુચના અન્વયે તથા શ્રી વી.એમ.કોલાદરા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, એ.એસ.આઇ. કે.જે.બેરા તથા હેડ કોન્સ. ગોવિંદભાઇ નગવાડીયા, પરેશભાઇ સોંધરવા એ રીતેના જોડાયેલ હતા.

Related Posts