અમરેલી

મહિલા પો.સ્ટે.ના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જિલ્લાઓમાં
ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ
પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડવા અસરકારક કામગીરી
કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ વી.એમ.કોલાદરા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી
નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન
હેઠળ પેરોલ ફર્લો ટીમ દ્વારા અમરેલી મહિલા પોલીસ સ્ટેશન પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૩૦૦૧૨૪૦૦૧૫/૨૦૨૪
ભારતીય ન્યાય સંહિતા કલમ ૮૫,૧૧૫(૨),૩૫૨ મુજબના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી બાબતે
હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મળતા સુરત ખાતે તપાસ તજવીજ કરી નાસતા ફરતા
આરોપીને તા.૧૦/૦૧/૨૦૨૬ ના રોજ સુરત,કામરેજ ચોકડી ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ મહિલા
પો.સ્ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ છે.
વિગતઃ- આ કામે અમરેલી મહિલા પોલીસ સ્ટેશન પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૩૦૦૧૨૪૦૦૧૫/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા
કલમ ૮૫,૧૧૫(૨),૩૫૨ મુજબના ગુન્હાના કામે ફરીયાદી બહેનના પતિ થતા હોય અને મજકુર આરોપીએ ફરીયાદીને
લગ્ન જીવન દરમ્યાન નાની નાની બાબતોમાં અવાર-નવાર મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી તેમજ
ઢીકાપાટુનો માર મારી ગાળો આપી ગુન્હો કરેલ હોય જે કામે આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો જે કામે નામ. કોર્ટ તરફથી
આરોપીનું BNSS કલમ ૭૨ મુજબનુ વોરંટ ઇશ્યુ થયેલ.
પકડાયેલ આરોપી:- જયેશભાઇ ધનજીભાઇ કણસાગરા ઉ.વ.૩૨ ધંધો.મજુરી રહે.ધારી પ્રેમપરા,
ખોડીયાર મંદિર પાછળ તા.ધારી જી.અમરેલીઆ કામગીરી શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અન્વયે તથા શ્રી
વી.એમ.કોલાદરા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો
સ્કવોર્ડ અમરેલી, એ.એસ.આઇ. કૌશીકભાઇ જે. બેરા, અજયભાઇ એમ.સોલંકી તથા હેડ કોન્સ. પરેશભાઇ બી. સોંધરવા એ
રીતેના જોડાયેલ હતા.

Related Posts