વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં ઉજવાઈ રહેલ “વિકાસ સપ્તાહ” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા My Gov Indiaના સહયોગથી વિકાસ સપ્તાહ ક્વિઝ કોમ્પિટીશન શરૂ કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં વિજેતા બનનાર ગુજરાતના ટોચના ૧૦ વિજેતાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મળવાની તક મળશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી, સૌને વિકાસ સપ્તાહ ક્વિઝ કોમ્પિટીશનમાં સહભાગી થવાની અપીલ કરી છે.
સ્પર્ધકો ઓનલાઇન લિંક https://quiz.mygov.in/quiz/vikas-saptah-quiz-2025/ દ્વારા સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કુશળતાનો પરિચય આપી ઇનામ જીતવાની તક પ્રાપ્ત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૧૫,૦૦૦, દ્વિતીય વિજેતા રૂ.૧૦,૦૦૦ અને તૃતીય વિજેતાને રૂ.૫,૦૦૦ ઈનામ આપવામાં આવશે. આ સાથે ૫૦ વિજેતાઓને રૂ.૧,૦૦૦ અને દરેક પ્રતિયોગીને સર્ટિફિકેટ આપવામાં આવશે



















Recent Comments