અમરેલી

સાવરકુંડલા શહેરમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર આયોજિત પર્વ પૂર્ણિમાનું આયોજન કરવામાં આવેલ છે

સાવરકુંડલા ખાતે સાહિત્ય, શિક્ષણ અને સેવાના ત્રિસત્યને સમર્પિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત.શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (૧૦૦% નિઃશુલ્ક હૉસ્પિટલ) ગરિમામય ૧૧ વર્ષ પૂર્ણ કરે છે. આ નિમિત્તે તા. ૧૦ અને ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ’પર્વ પૂર્ણિમા’નું આયોજન કરવામાં આવેલ છે. .

પ્રસ્તુત કાર્યક્રમમાં સાહિત્ય, શિક્ષણ અને સંગીત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિત્વોનું સન્માન કરાશે.  વર્ષ દરમિયાન હૉસ્પિટલમાં લાખો દર્દીઓએ આ નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ પ્રાપ્ત કર્યો છે. આ સેવા-સંતોષના ભાવ ઉત્સવમાં ઉપસ્થિત રહેવા આપને આગ્રહપૂર્વક નિમંત્રણ. પાઠવવામાં આવી રહેલ છે. 

આ પૂર્ણિમા પર્વની રૂપરેખા આ મુજબ છે. સંજય ગોરડિયા પ્રોડક્શન નિર્મિત ‘ઘેલાભાઈ ઘુઘરાવાળા’  ઉપરોક્ત કાર્યક્રમ 

તારીખ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ શનિવાર, સાંજના ૬:૩૦ થી સ્થળ : જે.વી. મોદી હાઇસ્કૂલ પટાંગણ, સાવરકુંડલા.

એવોર્ડ અર્પણ સમારોહ : પૂ. મોરારીબાપુ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ રવિવાર, સાંજના ૫:૦૦ થી સ્થળઃ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર પરિસર રેલવે સ્ટેશન સામે, મહુવા રોડ, સાવરકુંડલા.

એમ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન વતી,હરેશ મહેતા (પ્રમુખ)

ડૉ. નંદલાલ માનસેતા (ઉપપ્રમુખ)ભરત જોશી (સ્થાનિક ટ્રસ્ટી)ની યાદીમાં જણાવાયું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો. પ્રકાશ કટારીયા તથા સમગ્ર કર્મચારીગણ સંસ્થાના ટ્રસ્ટીઓનાં માર્ગદર્શન હેઠળ સતત જહેમત ઉઠાવી રહ્યા છે

Related Posts