રાષ્ટ્રીય

પટૌડી ખાનદાનની ૧૫૦૦૦ કરોડની સંપત્તિ પર હવે સરકારનો કબજાે?

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં પટૌડી પરિવારની ૧૫ હજાર કરોડની સંપત્તિ હવે સરકારના કબજામાં જઈ શકે છે. શત્રુ સંપત્તિ અધિનિયમ હેઠળ આ સંપત્તિ સરકારની થઈ શકે છે. અત્રે જણાવવાનું કે ભોપાલમાં ઐતિહાસિક રજવાડાઓની સંપત્તિઓ પર ૨૦૧૫થી રોક લાગી હતી. હાઈકોર્ટે પટૌડી પરિવારને છॅॅીઙ્મઙ્મટ્ઠંી છેંર્રિૈંઅ માં પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય આપ્યો હતો. પરંતુ પટૌડી પરિવારે આપવામાં આવેલા સમયમાં પોતાનો પક્ષ રજૂ કર્યો નહીં. હવે પરિવાર પાસે આદેશને ડિવિઝન બેન્ચમાં પડકારવાનો વિકલ્પ છે. વાત જાણે એમ છે કે ભોપાલ રજવાડાની ઐતિહાસિક સંપત્તિઓ પર ૨૦૧૫થી ચાલી રહેલા સ્ટેને હવે સમાપ્ત કરી દેવાયો છે.

મધ્ય પ્રદેશ હાઈકોર્ટ (જબલપુર)એ શત્રુ સંપત્તિના કેસમાં અભિનેતા સૈફ અલી ખાન, માતા શર્મિલા ટાગોર, બહેન સોહા અલી ખાન અને સબા અલી ખાન તથા પટૌડીની બહેન સબીહા સુલ્તાનને નિર્દેશ આપ્યો છે કે તેઓ શત્રુ સંપત્તિ કેસમાં છॅॅીઙ્મઙ્મટ્ઠંી છેંર્રિૈંઅ સમક્ષ પોતાનો પક્ષ રજુ કરે. કોર્ટના આદેશ બાદ હવે આ કેસનો ઉકેલ આવી ગયો છે અને સ્ટે હટાવી લેવાયો છે. જસ્ટિસ વિવેક અગ્રવાલની સિંગલ બેન્ચે પરિવારને ૩૦ દિવસની અંદર છॅॅીઙ્મઙ્મટ્ઠંી છેંર્રિૈંઅ સમક્ષ પોતાનો પક્ષ રજુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ પટૌડી પરિવારે નિર્ધારિત સમયમાં પોતાનો પક્ષ રજુ કર્યો નહીં. હવે સમય મર્યાદા વીતી ગઈ છે અને પરિવાર તરફથી કોઈ દાવો કરાયો નથી.

હવે પરિવાર પાસે આ આદેશને ડિવિઝન બેન્ચમાં પડકારવાનો એક માત્ર વિકલ્પ રહી ગયો છે. શત્રુ સંપત્તિ અધિનિયમ ૧૦૬૮માં બનાવવામાં આવ્યો હતો. જે હેઠળ ભાગલા બાદ પાકિસ્તાન ગયેલા લોકોની ભારતમાં છોડવામાં આવેલી સંપત્તિઓ પર કેન્દ્ર સરકારનો અધિકાર હોય છે. સ્ટે હટ્યા બાદ હવે સરકાર નવાબ પરિસરની સંપત્તિને શત્રુ સંપત્તિ અધિનિયમના દાયરામાં લાવીને ૨૦૧૫ના આદેશ હેઠળ પોતાની કસ્ટડીમાં લઈ શકે છે. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે ૨૦૧૫માં એ સ્પષ્ટ કર્યું હતું કે નવાબ હમીદુલ્લાહ ખાનની સંપત્તિના કાયદેસર વારસદાર તેમની મોટી પુત્રી આબિદા હતા જે પાકિસ્તાન જતા રહ્યા હતા. આથી આ સંપત્તિ શત્રુ સંપત્તિ કાયદા હેઠળ આવે છે. જાે કે નવાબની બીજી પુત્રી સાજીદા સુલ્તાનના વંશજ ( જેમ કે સૈફ અલી ખાન, અને શર્મિલા ટાગોર) આ સંપત્તિ પર પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે.

Related Posts