અમેરિકાથી દેશનિકાલ કરેલ બે વ્યક્તિઓની હત્યાના આરોપમાં પટિયાલા પોલીસે ધરપકડ કરી

અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલ બે વ્યક્તિઓની પટિયાલા પોલીસે પટિયાલાના રાજપુરામાંથી બે યુવકોની ધરપકડ કરી છે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૧૨૦ ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને એક વિશેષ વિમાન શનિવારે મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. જેમાંથી ૬૦થી વધુ પંજાબના અને ૩૦થી વધુ હરિયાણાના છે. અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીયોની આ બીજી બેચ છે, જેમને ટ્રમ્પ પ્રશાસન દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યો છે.
આ મામલે મળતી માહિતી અનુસાર પટિયાલા પોલીસ દ્વારા પકડવામાં આવેલ બન્ને વ્યક્તિઓ વિરુદ્ધ ૨૦૨૩માં રાજપુરામાં હત્યાના આરોપમાં હ્લૈંઇ નોંધવામાં આવી હતી. જે બાદ બંને ફરાર થઈ ગયા હતા. ધરપકડ કરાયેલા બે યુવકોના નામ સંદીપ અને પ્રદીપ છે. હાલમાં, ધરપકડ બાદ પટિયાલા પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Recent Comments