વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન થયું તે વખતે નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે ગેરવર્તણુંક કરવા માટે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં કેસ અત્યારે આરોપી ઉપર ચાર્જ ફ્રેમના સ્ટેજ પર છે, પરંતુ આરોપી હાજર ન રહેતા વર્તમાન વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે 10 સપ્ટેમ્બરે બુધવારે પ્રથમ વોરંટ ઇશ્યું કર્યુંહ તું. તેમ છતા હાર્દિક પટેલ હાજર નહી થતા બીજુ વોરંટ ઇશ્યું આજે કોર્ટ દ્વારા કરાયું છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આજે એટલે કે 12 સપ્ટેમ્બરે શુક્રવારે બીજું ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
મહત્વનું છે કે, કોર્ટના આ આદેશ બાદ પોલીસ હવે હાર્દિક પટેલની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરી શકે છે.
એક ધારાસભ્ય હોવા છતાં કાયદાકીય પ્રક્રિયામાં સતત ગેરહાજર રહેવું તેમના માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી કરી છે.
આ કેસની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ વારંવાર કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા. અગાઉ 10 સપ્ટેમ્બરના રોજ પણ કોર્ટે તેમની ગેરહાજરીને કારણે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું હતું. જોકે, તેમ છતાં તેઓ આજે (12 સપ્ટેમ્બર) કોર્ટમાં હાજર ન રહેતા, કોર્ટે કડક વલણ અપનાવીને ફરી એકવાર ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું છે. કોર્ટના આ આદેશ બાદ પોલીસ હવે હાર્દિક પટેલની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરી શકે છે.


















Recent Comments