ભાવનગર

શ્રી માંગલમાં તીર્થધામ ભગુડામાં પાટોત્સવનો પ્રારંભ

ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ શ્રી માંગલમાં તીર્થધામ ભગુડામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પાટોત્સવનો પ્રારંભ થયો છે. અહીંયા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, સંતવાણી લોકસાહિત્ય સાથે આગામી રવિવારે શ્રી મોરારિબાપુની સંનિધિમાં શ્રી માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાનાર છે.

બુધવાર તા.૭થી રવિવાર તા.૧૧ દરમિયાન શ્રી માંગલમાં તીર્થધામ ભગુડામાં ૨૯મો પાટોત્સવ યોજાયો છે. અહીંયા શ્રી રામદેવપીર મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા, શ્રી માંગલમાં અને શ્રી ખોડિયારમાં મૂર્તિ અનાવરણ નિમિત્તે પંચ દિવસીય ૫૧ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાયેલ છે.

ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ શ્રી માંગલમાં તીર્થધામમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, સંતવાણી લોકસાહિત્ય સાથે શ્રી માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાનાર છે.

ભગુડામાં રવિવારે શ્રી મોરારિબાપુની સંનિધિમાં શ્રી માંગલ શક્તિ સન્માન ૨૦૨૫ ભાવવંદના સમારોહ યોજાનાર છે. આ સાથે વિશેષ સન્માન રાખવામાં આવેલ છે.

સંતો, મહંતો સાથે સામાજિક, રાજકીય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ સાથે યોજાનાર આ પાટોત્સવ અને સન્માન સમારોહ પ્રસંગે જાણીતા લોકસાહિત્યકાર અને પ્રેરક શુભેચ્છક શ્રી માયાભાઈ આહિર સાથે કાર્યકર્તા સ્વયંસેવકો આયોજનમાં રહ્યાં છે.  સન્માન સમારોહ પ્રસંગે માર્ગદર્શન અને સંચાલનમાં શ્રી મહેશભાઈ ગઢવી રહેનાર છે.

યજ્ઞમાં આચાર્ય પદે શ્રી મયુરભાઈ જોષી સાથે શ્રી ભૂમેશભાઈ જોષી રહ્યાં છે.

Related Posts