અમરેલી

પટ્ટા પુરાણ.. ધેર ઇઝ નો સ્મોક વિધાઉટ ફાયર

છાશવારે પોલીસ તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કેમ થાય છે?? ખૂબ મૂંઝવતો સવાલ,. 

શું તમે જાહેર રસ્તા પર બસ સ્ટેન્ડ પાસેથી જ નીકળતાં મુસાફરો ભરીને વાહનો નથી જોયા? એ કોની રહેમનજર હેઠળ ચાલતા હશે? તો ઓવરલોડ કરીને ચાલતાં પેસેન્જર વાહનો પણ શહેરની સડકો પર સડસડાટ દોડી જતાં પણ ક્યાં નથી જોયા? તો વળી ટ્રાફિક રૂલને અડચણ કરતાં અનેક વાહનો પણ આ દેશના આબાલ વૃધ્ધે નિહાળ્યા નથી?

પોલીસ તંત્ર સ્વચ્છ વહીવટ કરે છે એવી  સ્પષ્ટતા શા માટે કરવી  પડે છે?

ઘણીવાર રેતીના ટ્રેકટરો પણ લોકોની આંખ સમક્ષથી સડસડાટ જતાં ક્યાં નથી જોયા?

તો શહેરની જાહેર શૌચાલયોમાં પણ ખાલી બોટલો કે કોથળીઓ પણ ઘણાંએ જોઈ હશે’ને?

 શેક્સપિયરે કહ્યું હતું કે ધેર ઈઝ નો સ્મોક વિધાઉટ ફાયર

જો કે આ બાબત તમામ પોલીસકર્મીઓ પર લાગુ નથી પડતી. પરંતુ કંઈક તો એવું  અવશ્ય  છે જે આમજનતાને શંકા પ્રેરવા તરફ દોરે છે. અને દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસ આપના મિત્ર છે? એવું બોર્ડ પણ મૂકવામાં આવે છે. એ બાબત પણ ઘણી સૂચક છે.

અહીં આપણે બે ” મિસાઇલ”ની ” બે – મિશાલ” સાંપ્રત ટક્કર બાબત લખવાનું સાહસ કરવાનું છે.

એક મિસાઈલ રાજકીય છે વળતા જવાબમાં પ્રથમ વખત પ્રયોજાયેલ પોલીસ પરિવાર ” મિસાઈલ” છે. આ પ્રયોગ ” બૂમરેંગ” સાબિત થઈ રહ્યો છે.” બૂમરેંગ” એટલે ફેંકનાર તરફ પરત આવતું શસ્ત્ર. કારણકે ” શાસક” પક્ષના ધારાસભ્યો અને નેતાઓ ” વાંદરી પાના” માફક છાશવારે ” પટ્ટા ઉતારવાની” ખુલ્લે આમ ધમકીઓ આપી ચૂક્યા છે. આ ધમકી ” વાંદરી પાનું ” છે.જે વહીવટી તંત્રની આખી જમાતને ” લાગે” છે.અને રાજકીય નેતા ઓ ” લગાડે છે”.રોડ ખરાબ હોય , ગટર ઊભરાતી હોય, મામલતદાર કચેરી કે કલેક્ટર ઓફિસે પ્રજા અકળાતી હોય! 

ચૂંટાયેલા પ્રતિનિધિ શું કરે છે? ” લાલઘૂમ થાય છે,પેલા” ! તોય સફળતા ન મળે તો તેની પાસે એક જ ” વાંદરીપાનું ” છે.

જે અત્યારે વિવાદનો મુદ્દો બન્યો છે.

” પટ્ટા ઉતારવા” જેટલી ગંભીર બાબત ન હોય તો ” પટ્ટાને બદલી ના ઘાણવામાં નખાય છે”.

બાકી કોઈ ઉપાય જ નથી !

 ગવર્નન્સ,મિનિસ્ટ્રેશન અને એડમિનિસ્ટ્રેશનના “ત્રિપાંખિયા  ચક્રવ્યૂહમાં” ભલ ભલા અભિમન્યુ પછી એ રાજકીય નેતા હોઈ કે સરકારી અધિકારીઓ “વધેરાય જાય ” છે. એ વાસ્તવિકતા છે. સચિવાલય નો તો આઝાદીના વખતથી ” જોક્સ” છે.

અહીં ” ટેમ્પરરી” માણસો! ” પરમેનન્ટ” માણસોને ધમકાવે છે.  જિગ્નેશભાઈના કેસમાં પણ,જિગ્નેશભાઈ ( ઈવન તેની જગ્યાએ ગૃહ પ્રધાન પોતે હોય તોયે )” ટેમ્પરરી” કેટેગરીમાં આવે.

અને જેના ” પટ્ટા ઉતારવાની ” વાત છે.તે ” પરમેનન્ટ” કેટેગરીમાં આવે.ભટ્ટજી ( ips) અને કહેવાતી નરેન્દ્રભાઈની ટક્કરમાં કમનસીબી ભટ્ટજીની છે કે તેમની સામેનો ” ટેમ્પરરી” લગભગ ” કાયમી ” માફક જ સત્તામાં ટકી રહ્યો છે.અને હજુ તેમનો આ ” અજમાયશી ” પીરીયડ પ્રજા લંબાવતી જ જાય છે.

આ “રે અ ર ઓફ ધી રે અ ર ” કેસ સિવાય અન્ય સંજોગોમાં તો ” પટ્ટાનો જ વિજય ” થાય છે.લાંબે ગાળે અને ” ઉતારવા વાળા” ” માજી” થઇ ગયા હોય છે.

 સાદી ભાષામાં કહીએ તો પટ્ટા ભલે એકમનો ચાંદ હોય. પણ ચડતી કલામાં હોય છે.

 જ્યારે ઉતારવા વાળા ભલે પૂનમ ના ચાંદ હોય પણ ઉતરતી કલામાં હોય છે. એટલે જે કરવું તે વિચારી ને કરવું. સ્વાભિમાન” ની આડમાં ” અભિમાનો” જ પુષ્ટિ પામે છે.

 બિહારની ભાગલપુરની ઘટના પણ કંઈક સૂચવે છે  એક સૂચન 

એક કાયદો એવો હોય કે એક કેમેરો બંધ હોય તો તે એક સંત્રી ( જીવતો) ફરજ પર ગેરહાજર હોય તેમ ગણવું.અને તે પ્રમાણે જવાબદારને શિક્ષા કરવી.

પોલીસ પ્રમોશન મેળવતી જાય છે.

અને સરકારો ઘર ભેગી થતી જાય છે.આ વખતે લાંબુ ચાલ્યું એટલું જ.બાકી 

કાયમી ઈ કાયમી.ને

હંગામી ઈ હંગામી.

પોલીસ પરિવારોએ પણ સંયમ જાળવવો અનિવાર્ય.

અને ગૃહમંત્રીએ પોલીસ પરિવારો આ રીતે પ્રતિસાદ ન આપે તે માટે પ્રયત્ન કરવા અનિવાર્ય.( ભલે કદાચ અત્યારે પોલીસ પરિવારો ગૃહમંત્રીની તરફેણમાં આ કરતા હોય)

તો ખાખી હિન્દી ફિલ્મમાં પ્રામાણિક અધિકારી અને સાંપ્રત પ્રવાહની વાત પણ નોંધનીય છે

કસાબને જીવતો પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા થયેલ એ જોરદાર અને દિલધડક ટક્કર ની ઘટના પણ પોલીસ તંત્રની  બહાદુરી ની વાતો પણ લોકોથી અજાણી તો નથી’જ ને? 

હવા

પોલીસ કે સૈન્ય ચૂંટાયેલી સરકારનો જાહેરમાં સામૂહિક અને આયોજનબદ્ધ વિરોધ કરે તેને સરકાર સામેનો બળવો ગણાય છે. આ એક ગંભીર ગુન્હો બને છે. તો પછી એક ચૂંટાયેલ ધારાસભ્ય, પોતાના બંધારણીય કર્તવ્યના ભાગ રૂપે, પ્રતિબંધિત નશાકારક પદાર્થોના વેચાણ સામે, આંખ આડા કાન ધરતા પોલીસ અધિકારીઓનો જવાબ માગે, તેમને ખખડાવે તેની સામે પોલીસ પરિવારો જાહેર વિરોધ પ્રદર્શન કરે તે નૈતિક રીતે કેટલું વ્યાજબી છે? પોતાના બંધારણીય કર્તવ્યોનું પાલન કરનાર વિરોધ પક્ષની વ્યક્તિને કાનૂનનું રક્ષણ કેમ નહી?

સુપ્રીમ કોર્ટે પોલીસ કસ્ટડીમાં થતી હિંસા અને મૃત્યુ અંગે અત્યંત કડક ટિપ્પણી કરી

“કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે”

આમ સુપ્રીમકોર્ટની આ ટિપ્પણી પણ હવે ધ્યાને લેવા જેવી તો છે  પોલીસ તંત્ર દ્વારા તેનો ચુસ્ત અમલ થશે ખરો.? 

ગંભીર વિષયને થોડો હળવો કરીને એક ટુચકો આપની સમક્ષ 

 બસંતી” મત નાચો ! 

ઇસ કુત્તો કે સામને!

ધર્મેન્દ્ર બોલ્યો.

અને પેલી લાઇનમાં થર્ડમાં બેઠેલ એક રીઢો પ્રેક્ષક ઊભો થયો ?

નહીં ક્યો નાચેગી? ( ધર્મેન્દ્રને ઉદ્દેશીને કીધું)

પાંચ રૂપૈયા! નગધ જો દિયા હૈ!( ટિકિટ ના) આવું છે.

 ” હત્તારી” 

અંગ્રેજી ફિલ્મ હતી.

ગેંડાનું મસ્ત કામ હતું એમાં.ફોટો ગ્રાફી એ એવી અદ્ભુત.

આ ફિલ્મ ચાલુ હતી.

ગેંડો ધસમસતા પૂર જેમ પ્રેક્ષકો તરફ દોડ્યો! ને 

થર્ડમાંથી ,પેલી લાઇનમાંથી એક પ્રેક્ષક” ભાગ્યો”.

બીજા એ પકડ્યો.

ભાગ નાર કહે…..

તું ભી જાનત હૈ *ફીલમ* હૈ યે!

મેં ભી જાનત હૈ ફીલમ હૈ યે!

લેકિન

” ગેંડા” થોડી જાનત હૈ કી યે *ફિલમ* હૈ!

*ભાગ!*

Related Posts