ભાવનગર

ભૂતિયા(તા-પાલીતાણા) ના શિક્ષક શ્રી રાજેશભાઈ પી ગોહિલને રાજ્યકક્ષાનો બેસ્ટ BLO નો એવોર્ડ એનાયત. 

 રાજ્યપાલશ્રીના હસ્તે ગાંધીનગર ખાતે સન્માન યોજાયું  15માં રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ -2025 નો કાર્યક્રમ માનનીય રાજ્યપાલશ્રી ના અધ્યક્ષપદે તા-25/1/2025 ના રોજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અટાલિકા એવન્યુ નોલેજ કોરીડોર કોબા ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં બેસ્ટ ઇલેકટોરલ પ્રેકટીસીસ એવોર્ડ-2024 અન્વયે જુદી-જુદી કેટેગરીઓમાં આવતા દરેક જિલ્લા તરફથી નોમિનેશન રાજ્ય કક્ષાએ મોકલતા હોય છે. જેમાં રાજ્યકક્ષાની એવોર્ડ સિલેક્શન કમિટીએ પાલીતાણા તાલુકાની ભુતિયા પ્રા શાળાના શિક્ષકશ્રી ગોહિલ રાજેશભાઈ પી.ને 102- પાલીતાણા વિધાનસભામાં BLO તરીકેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યકક્ષાનો “બેસ્ટ ઇલેકટોરલ પ્રેકટીસીસ એવોર્ડ-2024” માન.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ના હસ્તે એનાયત થયો હતો.

Related Posts