ભાવનગર

ભાવનગરના હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે મહિલા દિવસ નિમિત્તે પેલ્વિક ફ્લોર આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી, ભાવનગર, ગવર્નમેન્ટ
મેડિકલ કોલેજ, ભાવનગર અને સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ભાવનગરના સંયુક્ત
ઉપક્રમે તા. ૯ માર્ચ ૨૦૨૬ના રોજ ભાવનગર જિલ્લાના વિવિધ હેલ્થકેર ક્ષેત્રો જેમ કે મેડિકલ, હોમિયોપેથી,
ફિઝિયોથેરાપી, નર્સિંગ, આયુર્વેદ, ડેન્ટલ તેમજ અન્ય ક્ષેત્રોમાં કાર્યરત મહિલા પ્રોફેશનલ્સ માટે ગવર્નમેન્ટ મેડિકલ
કોલેજ ભાવનગરના ઓડિટોરિયમ ખાતે મહિલાઓના પેલ્વિક ફ્લોર આરોગ્ય અને ટ્રેનિંગ વિષય પર જાગૃતિ લાવવા
માટે વિશેષ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પેલ્વિક ફ્લોર નિષ્ણાત ડૉ. ભાવિકા હરિયાણી દ્વારા પેલ્વિક ફ્લોર અને કોર વિષય પર
વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પેનલ ડિસ્કશનમાં ડૉ. શ્રેયા ત્રિવેદી (પ્રિન્સિપાલ, શ્રી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ
ઓફ ફિઝિયોથેરાપી), ડૉ. રેશ્મા ફતનાની (વુમન્સ હેલ્થ સ્પેશિયાલિસ્ટ), ડૉ. જિગ્ના એચ. શાહ (હેડ ઓફ ડિપાર્ટમેન્ટ,
ડેન્ટિસ્ટ્રી) તેમજ જાનવીબેન મહેતા (ઇન્ટરનેશનલ યોગા એક્સપર્ટ) દ્વારા મહિલાઓના આરોગ્ય સંબંધિત વિવિધ
મુદ્દાઓ પર વિશેષ માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરના ડીન ડૉ. ચિન્મય શાહ તથા સ્વામી
વિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ભાવનગરના ડાયરેક્ટર ડૉ. ગિરીશભાઈ વાઘાણીનો વિશેષ
સહયોગ પ્રાપ્ત થયો હતો.

Related Posts