અમરેલી

પેન્શનરોએ અમરેલી જિલ્લા તિજોરી કચેરીને આવકવેરા અને ટીડીએસ કપાતની તા.૫ એપ્રિલ સુધીમાં જાણ કરવી

અમરેલી તા.૧૯ માર્ચ૨૦૨૫ (બુધવાર)  નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આવકવેરા અધિનિયમ- ૧૯૬૧ની કલમ-૧૯૨ અને ગુજરાત તિજોરી નિયમો ૨૦૦૦ના નિયમ-૧૪૬ મુજબ નાણાકીય વર્ષ દરમિયાન થનાર અંદાજિત આવકની ગણતરી કરી તે મુજબ માહે એપ્રિલના માસથી દર માસે સરખા હિસ્સે સીધેસીધી કપાત કરી (ટીડીએસ) ભારત સરકારમાં જમા કરાવવાના રહે છે.

પેન્શનની અંદાજિત આવક રુ.૧૨,૭૫,૦૦૦ થી વધુ થતી હોય તેવા પેન્શનરોએ સ્વ આકારણી કરી કેટલો આવકવેરો કાપવો તેની જાણ અમરેલી જિલ્લા તિજોરી કચેરીને તા.૦૫ એપ્રિલ૨૦૨૫ સુધીમાં કરવી.

આ જોગવાઈનો અમલ ન થવાને કારણે નાણાકીય વર્ષના છેલ્લા માસમાં એક સામટી આવકવેરાની કપાત કરાવવામાં આવે છેજે ઉપરોક્ત નિયમોની વિરુદ્ધ છે જેથી દર માસે સરખે હિસ્સે આવકવેરાની ગણતરી કરવી અને તેની જાણ અમરેલી જિલ્લા તિજોરી કચેરીને કરવી.

અમરેલી જિલ્લા તિજોરીમાંથી રાજ્ય- કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરોને આ બાબતે ઘટતું કરવા અમરેલી જિલ્લા તિજોરી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts