અમેરિકાના ૫૦ રાજ્યોમાં લોકો ટ્રમ્પ અને મસ્કની નીતિઓ વિરોધી સૂત્રોચ્ચાર સાથે પ્લેકાર્ડ લઈને દેખાવો કર્યો

હેન્ડ્સ ઓફ આંદોલન : અમેરિકાના ૫૦ રાજ્યોમાં ૧૫૦થી વધુ સંગઠનોની ૧૨૦૦થી વધુ રેલીમાં લાખો લોકો જાેડાયા
અમેરિકામાં ખૂબ જ વ્યાપક સ્તરે દેખાવો શરૂ જેનું કારણ છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ ઈલોન મસ્ક વિરુદ્ધ સામાજિક યોજનાઓમાં કાપ અને નબળા વર્ગો પર હુમલા બદલ વિરોધ પ્રદર્શનમાં લાખો લોકો જાેડાયા છે. અમેરિકાના ૫૦ રાજ્યોમાં ૧૨૦૦થી વધુ સ્થળો પર ૧૫૦થી વધુ જૂથો સાથે લોકો ટ્રમ્પ અને મસ્કની નીતિઓ વિરોધી સૂત્રોચ્ચાર સાથે પ્લેકાર્ડ લઈને દેખાવો કરી રહ્યા છે. આ આંદોલનને ‘હેન્ડ્સ ઓફ‘ વિરોધ પ્રદર્શન નામ આપવામાં આવ્યું છે.
હેન્ડ્સ ઓફ આંદોલન : અમેરિકાના ૫૦ રાજ્યોમાં ૧૫૦થી વધુ સંગઠનોની ૧૨૦૦થી વધુ રેલીમાં લાખો લોકો જાેડાયા હતા.
બીજા કાર્યકાળમાં પણ સત્તા સંભાળ્યાના ત્રણ મહિનાથી ઓછા સમયમાં ટ્રમ્પ વિરુદ્ધ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ટ્રમ્પ વિરુદ્ધના આંદોલનને ‘હેન્ડ્સ ઓફ‘ નામ આપવા પાછળનો આશય એ સંદેશો પહોંચાડવાનો છે કે તેઓ લોકોની ખાનગી બાબતોમાં દખલ કરવાનું બંધ કરી દે.
ટ્રમ્પ વિરુદ્ધના આ દેખાવોને અમેરિકામાં અત્યાર સુધીના સૌથી મોટા દેખાવો માનવામાં આવે છે. આ વિરોધ પ્રદર્શનમાં નાગરિક અધિકારોની સંસ્થાઓ, કામદાર સંગઠનો, એલજીબીટીક્યુના સંગઠનો, ચૂંટણી કાર્યકરો સાથે અનેક દિગ્ગજાે પણ જાેડાયા હતા. દેખાવકારોએ ટ્રમ્પ વિરોધી સૂત્રોચ્ચાર કરતા બેનરો લઈને શાંતિપૂર્ણ રીતે દેખાવો કર્યા હતા. અમેરિકાના મિડટાઉન મેનહટનથી લઈને એન્કોરેજ, અલાસ્કા સુધી અનેક શહેરોના પાટનગરોમાં લાખોની સંખ્યામાં દેખાવકારો વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતા. સાથે જ બધાના હાથમાં બેનરો પણ હતા. તેમણે રેલીઓ પણ કાઢી હતી. આ બધી રેલીઓમાં કેન્દ્રીય એજન્સીઓમાંથી હજારો લોકોને કાઢી મૂકવા, અર્થતંત્ર, ઈમિગ્રેશન અને માનવાધિકારોના મુદ્દાઓ પર પ્રમુખ ટ્રમ્પ અને ડોજ ચીફ ઈલોન મસ્કની નીતિઓની આકરી ટીકા થઈ રહી છે.
દેખાવકારોનું કહેવું છે કે અબજાેપતિઓએ સત્તા પર કબજાે જમાવી લીધો છે. તેને ખતમ કરવા માટે દેખાવો થઈ રહ્યા છે. દેખાવકારો તરફથી ત્રણ મુખ્ય માગ કરાઈ છે. પહેલી ટ્રમ્પ તંત્રમાં અબજાેપતિઓના કબજા અને ભ્રષ્ટાચારને ખતમ કરવો, બીજું મેડિકેડ, સોશિયલ સિક્યોરિટી જેવા જરૂરી કાર્યક્રમોમાં ફેડરલ ફંડની કાપ રોકવી, ત્રીજું અપ્રવાસીઓ, ટ્રાન્સજેન્ડર જૂથો અને અન્ય જૂથો પર હુમલા રોકવાની છે. દેખાવકારોનું કહેવું છે કે ટ્રમ્પ અમેરિકાને નફરતી દેશમાં બદલી રહ્યા છે.
ન્યૂયોર્કમાં દેખાવકારોએ હેન્ડ્સ ઓફ અવર ડેમોક્રસી અને ડાવર્સિટી ઈક્વિટી ઈન્ક્લુઝન મેક્સ અમેરિકા સ્ટ્રોન્ગ જેવા નારા લગાવતા મેનહટનના રસ્તા પર માર્ચ કરી હતી. બોસક્ટન કોમનમાં હજારો લોકોએ શિક્ષણ અને સોશિયલ સિક્યોરિટી પર સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. ટ્રમ્પ વિરુદ્ધના દેખાવો માત્ર અમેરિકા પુરતા સિમિત નથી રહ્યા. લંડનથી લઈને બર્લીન સુધી યુરોપમાં પણ અનેક જગ્યાએ લોકોએ દેખાવો કર્યા હતા. લંડનમાં એક અમેરિકન નાગરિક લિઝ ચેમ્બરલિને કહ્યું કે, ટ્રમ્પની નીતિઓ આર્થિક ગાંડપણ છે… ટ્રમ્પ દુનિયાને વૈશ્વિક મંદી તરફ ધકેલી રહ્યા છે. ઓહાયોના કોલંબસમાં દેખાવોમાં જાેડાયેલા ૬૬ વર્ષીય દેખાવકારે કહ્યું કે ટ્રમ્પ આ દેશને બરબાદ કરી રહ્યા છે. આ માત્ર ફરિયાદોનું તંત્ર બની ગયું છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં લાખો લોકો રસ્તા પર ઉતરતા આ દેખાવો અંગે વ્હાઈટ હાઉસને સવાલ કરાયો હતો. જાેકે, વ્હાઈટ હાઉસે આ દેખાવોને નકારી કાઢતા કહ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પ અમેરિકનો માટે સોશિયલ સિક્યોરિટી, મેડિકેર અને મેડિકેડની સુરક્ષા માટે કટિબદ્ધ છે. જાેકે, ટ્રમ્પ વિરુદ્ધ આ આંદોલન ડેમોક્રેટ્સે ભડકાવ્યું છે. તેઓ આ લાભો ગેરકાયદે પ્રવાસીઓને આપવા માગે છે, જેનાથી આ યોજનાઓ પાછળ સરકારનું દેવાળું થઈ જાય અને વૃદ્ધો પર બોજ વધી જાય.
Recent Comments