અમરેલી, તા. ૧૬ જૂન, ૨૦૨૫ (સોમવાર) તા.૧૬ જૂન, ૨૦૨૫ને સોમવારના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામ પાસે ધાતરવડી નદી ઉપર આવેલા ધાતરવડી-૦૧ સિંચાઈ યોજનામાં ડિઝાઈન સ્ટોરેજના ૧૦૦ ટકાથી વધુ પાણી ભરાયેલું હોય હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.
ડેમમાં પાણીની ધીમી આવક શરુ હોય ડેમ ઓવરફલો થવાની સંભાવના છે. ધાતરવડી-૧ નીચાણ વાસના ગામો રાજુલા, ધારેશ્વર, નવી – જૂની માંડરડી, ઝાંપોદરના લોકોને અમરેલી ફ્લડ સેલ વાયરલેસ ઓપરેટર દ્વારા ચેતવણી અને સૂચના આપવામાં આવી છે.


















Recent Comments