ગુજરાત

આવતીકાલે યુદ્ધની સ્થિતિ અંગે મોક ડ્રીલ યોજીને લોકોને કરાશે જાગૃત

કેન્દ્ર સરકાર દ્વારા તા. ૩૧ મે ના રોજ મોકડ્રિલ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે નવી તારીખો અંગેનો પરિપત્ર પણ કર્યો છે. આ પહેલા ૭ મે ના રોજ મોકડ્રિલ યોજાઈ હતી. ગુજરાત સહિત દેશના સીમાવર્તી રાજ્યોમાં મોકડ્રિલ યોજાશે. સાંજે ૫ વાગ્યાથી મોકડ્રિલ શરૂ થશે.
ભારત સરકારના આદેશ અનુસસર મોક ડ્રીલ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આગામી તારીખ ૩૧ મે ૨૦૨૫ના રોજ ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન થશે. પાકિસ્તાનથી જાેડાયેલા ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને જમ્મુ કાશ્મીરમાં ‘ઓપરેશન શિલ્ડ‘ મોક ડ્રીલ યોજવાનો ર્નિણય કરાયો છે. આ અગાઉ ભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ૨૯ મે ૨૦૨૫ના રોજ મોક ડ્રીલ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ આ એક્સસાઇઝ વહીવટી કારણોસર મોકૂફ રખાઈ હતી. ત્યારબાદ આજે નવી તારીખની જાહેરાત કરી દેવાઈ છે.

Related Posts