દાણીલીમડામાં નશાકારક કફ સીરપની બોટલોનું ગેરકાયદે વેચાણ કરતા શખ્સની ધરપકડ દાણીલીમડા પોલીસને માહિતી મળી હતી કે દાણીલીમડાના બેરલ માર્કેટ વિસ્તારમાં ફાતેમા ફ્લેટમાં સરફરાઝ સુરતવાલા નામનો શખ્સ પોતાના મકાનમાં ગેરકાયદે નશાકારક કફ સીરપ બોટલોનું વેચાણ કરે છે.જેને આધારે પોલીસે દાણીલીમડામાં નબીનગરની બાદમાં બેરલ માર્કેટ પાછળ અલહબીબ સોસાયટીના ફાતમા ફ્લેટ પર દરોડો પાડ્યો હતો.
અહીંથી પોલીસે સરફરાઝ હાજીમોહંમદ સુરતવાલાની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે કોડીન ફોસ્ફેટ નશાકારક કફ સીરપની કુલ-૪૬ બોટલો કબજે કરી હતી. પોલીસે કફ સીરપની બોટલો તથા મોબાઈલ વગેરે મળીને રૂ.૧૩,૫૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું. કફ સીરપની આ બોટલ અંગે પુછપરછ કરતા આરોપી સરફરાઝે દાણીલીમડા હિમાલયા બેકરીની પાસે આવેલા આસીફભાઈના મેડિકલ સ્ટોર પરથી વગર બિલે આ કફ સીરપની બોટલો ખરીદી હોવાનું કહ્યું હતું. જેને આધારે પોલીસે આસીફ નામના શખ્સની શોધ હાથ ધરી છે. આ કામગીરી દાણીલીમડા પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ.જી.જે.રાવત અને તેમની ટીમે બજાવી હતી.
Recent Comments