fbpx
અમરેલી

મરચીના પાકમાં જંતુનાશક દવા – પાણીમાં દ્રાવ્ય ખાતરનો છંટકાવ

 જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ફાર્મ મશીનરી અને પાવર ઈજનેરી વિભાગ, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ અને અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એગ્રી ડ્રોન પ્રોજેક્ટ અંતર્ગત અમરેલી જિલ્લાના ઢોલરવા ગામે ડ્રોન દ્વારા દવા છંટકાવ નિદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફાર્મ મશીનરી અને પાવર ઈજનેરી વિભાગમાંથી પ્રો. ડી.બી.ચાવડા તેમજ શ્રી મુકેશ પટેલ દ્વારા ડ્રોન નિદર્શન કરવામાં આવ્યું. જંતુનાશક તેમજ પાણીમાં દ્રાવ્ય ખાતરનો મરચીના પાકમાં છંટકાવ કરવા માટે ડ્રોનના ઉપયોગ વિશે ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા  ડૉ. પી. જે. પ્રજાપતિ તથા કૃષિ વૈજ્ઞાનિક શ્રી એન. એમ. કાછડિયા, શ્રી વી. એસ. પરમાર તેમજ નિવૃત્ત વિસ્તરણ અધિકારી શ્રી એ. એમ. શેખવાએ ઉપસ્થિત રહી ઢોલરવાના ૨૦ જેટલા ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા, તેમ અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને સિનિયર વૈજ્ઞાનિક શ્રી ડૉ. પી. જે. પ્રજાપતિએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts