અમરેલી ગુજરાત

અર્જુનભાઈ મોઢવાડિયા-કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય ના વરદહસ્તે ફોટોગ્રાફી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું

પોરબંદર કલાનગરી માં ચિત્ર કલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે ગત તારીખ ૨૦ મી ડિસેમ્બરના રોજ પોરબંદર મહાનગર પાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પોરબંદરના યુવા ફોટોગ્રાફર શ્યામ લખાણીના કેમેરાની આંખે કંડારેલ અદભૂત ફોટોગ્રાફ નું પ્રદર્શન THROUGH MY EYES ઉદ્ઘાટન શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા-કેબિનેટ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય ના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવેલ આ પ્રસંગે શ્રી બી.યૂ.જાડેજા -પોલીસ અધિક્ષક પોરબંદર 

ડો.ચેતનાબેન તિવારી,પ્રમુખ પોરબંદર જિલ્લા ભાજપ,

શ્રી સાગરભાઈ મોદી,પ્રમુખ પોરબંદર શહેર ભાજપ,ડો.સુરેશ ગાંધી સાહેબ,શ્રી પદુભાઈ રાયચુરા પત્રકાર શ્રી પાર્થભાઈ જોશી જલેશભાઈ લાખાણી તથા કરશનભાઈ ઓડેદરા અધ્યક્ષ સંસ્કાર ભારતી પોરબંદર જિલ્લા તથા કલા રસિક નગરજનો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહેલ ઉપસ્થિત રહેલ.કાર્યક્રમનું સંચાલન ડો.રાજેશ કોટેચા એ કરેલ તથા આભાર દર્શન દિનેશ પોરિયા એ કરેલ આ પ્રદર્શન ના

શુભેચ્છક: ઈનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ નવરંગ કલા પ્રતિષ્ઠાન આજકાલ  પોરબંદર (આ પ્રદર્શન લલિત કલા અકાદમીના આર્થિક સહાયથી યોજાયેલ) તેમ બલરાજ પાડલિયા ઇન્ચાર્જ મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી પોરબંદર ની યાદી માં જણાવેલ છે

Related Posts