ભાવનગર

સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે સજ્જ થઈ રહ્યું છે તીર્થ ગામ હણોલ

ગામડાના નિર્માણથી નવા ભારતના નિર્માણ અભિગમ સાથે કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાની પ્રેરણા સાથે આત્મનિર્ભર હણોલ મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ છે. સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે તીર્થ ગામ હણોલ સજ્જ થઈ રહ્યું છે.

મંગળવારથી ગુરુવાર દરમિયાન ગોહિલવાડના ગૌરવરૂપ બનેલ ગામ હણોલમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો મહેમાન બની રહ્યાં છે, અહીંયા આત્મનિર્ભર હણોલ મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે આગ્રહ રાખી રહ્યા છે તે મુજબ ગામડાના નિર્માણથી નવા ભારતના નિર્માણ અભિગમ સાથે કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાની પ્રેરણા સાથે અનેકવિધ આયોમો આ ગામે સાકાર થયા છે.

‘મારું ગામ, મારું અભિમાન’ આ ભાવ સાથે આ ઉત્સવ માટે હણોલમા ઘણાં દિવસોથી સામૂહિક સ્વછતા સફાઈ વડે ગામ ચોખ્ખું ચણાક બન્યું છે. ઘરે ઘર અને શેરીઓ તથા ચોકમાં સુશોભનો થઈ રહ્યાં છે.

શાળા તથા ગામમાં અને મહોત્સવ સ્થાનોમાં રંગોળી ચિત્રકામ અને કમાનો, પડદાઓ અને ભાતીગળ ભરતગૂંથણ વડે સુશોભિત થઈ રહેલ છે. આમ,
અંહીંના ગ્રામજનો વતનીઓ માટે સાતમ આઠમ અને દિવાળીના ઉત્સવ જેવું ઉમંગ ભર્યું વાતાવરણ સર્જાયું છે.

ત્રિદિવસીય આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક આયોજનો ઉપક્રમો માટે ગ્રામપંચાયત, શાળા તેમજ મંડળો કાર્યકર્તા અને ગ્રામજનો ભારે હરખ સાથે તૈયારીઓમાં રહ્યા છે.

Related Posts