ઉમરાળા ના ધોળા શ્રી સતીમાં વાસંતીબા પરિવાર ઘોળા (ટ્રસ્ટ નં.એ/૨૧૫૪) મગોડીયા શુકલ ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર આયોજીત યજ્ઞનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૨/૧૨/૨૪ ના રોજ ધોળા સતિમાના મંદિરે કરવામાં આવેલ જેમાં આચાર્યશ્રી મયંકભાઇ શુક્લ અને તેમની ટીમે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરાવેલ તો આજના મહેમાન અતિથિ વિખ્યાત ભજનિક કનુબાપુ બાદલ (શિવલહેરી) હાજર રહી માતાજીની આરાધના એમના પહાડી અવાજમાં કરેલ આ પ્રસંગે હોદ્દેદારોની તેમજ કારોબારી ની વરણી કરવામાં આવી જેમાં ટ્રસ્ટીશ્રીઓશ્રી અશોકભાઈ , પ્રકાશભાઈ, અશ્વિનભાઈ, જશુભાઈ તેમજ મયંકભાઇ શુક્લની હાજરીમાં સાધારણ સભા મળી જેમાં હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે રાજેશભાઈ શુક્લ ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ શુક્લ અને દીપકભાઈ શુક્લ તેમજ મંત્રી તરીકે જલદીપભાઈ,રાજેશભાઈ તથા ચેતનભાઈ શુક્લ અને ખજાનચી તરીકે કેયુરભાઈ શુક્લની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી સાથે કારોબારીની રચના પણ કરવામાં આવેલ આ પ્રસંગે ભોજન ના દાતા તરીકે અમેરિકા સ્થિત આશિષભાઈ જ્યોતીન્દ્રભાઈ શુક્લએ લાભ લીધેલ.
મગોડીયા શુકલ ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર આયોજીત ધોળા ખાતે યજ્ઞનું આયોજન કરાયું

Recent Comments