સાવરકુંડલામાં આવેલ પ્લાઝમા ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્પ્યુટર જેના ડાયરેક્ટર પ્રશીલભાઈ મહેતાની અથાગ મહેનતને કારણે પ્લાઝમા ઈન્સ્ટિટયૂટનું નામ ગુજરાત લેવલે રોશન થયેલ છે અને આ અનન્ય સિદ્ધિ હાંસલ કરેલ છે. પ્લાઝમા ઈન્સ્ટિટયૂટને ઓલ ઈન્ડિયા કમ્પ્યુટર એજ્યુકેશન સોસાયટી દ્વારા ગુજરાત લેવલે બેસ્ટ ઇન્સ્ટિટયૂટનો એવોર્ડ મળેલ છે જે ખરેખર સાવરકુંડલા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. પ્રશીલભાઈની મહેનતને કારણે સંસ્થાએ જે સિદ્ધિઓ હાંસલ કરેલ છે તે ખરેખર બિરદાવવા લાયક છે. પ્લાઝમાં કોમ્પ્યુટરના ડાયરેક્ટર પ્રશીલ મહેતા આ બધો શ્રેય પોતે ન લેતા સંસ્થાના વિદ્યાર્થીઓ તેમજ ટીચરને આ સફળતાનાં સહભાગી ગણાવે છે. સાવરકુંડલામાં આવું મહાનગર સમાન કોમ્પ્યુટરનું શિક્ષણ મળે તે ખરેખર પ્રશિલ મહેતાની અવિરત મહેનતનું જ પરિણામ છે. પ્લાઝમા ઇન્સ્ટિટયૂટની આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીના વાલીઓ તેમજ મિત્ર વર્તુળ દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.
પ્લાઝમા ઇન્સ્ટિટયૂટ સાવરકુંડલાને કોમ્પ્યુટર ક્ષેત્રે ગુજરાત લેવલે ત્રીજા નંબરે એવોર્ડ મળ્યો

















Recent Comments