ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૦૨૫ અંતર્ગત જિલ્લાની તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ખેલાડીઓને રોકડ પુરસ્કાર ચૂકવવાના થતા હોય આથી બાકી રહેલ જે ખેલાડીઓને રોકડ પુરસ્કાર મળેલ નથી તેમણે પોતાના રજિસ્ટ્રેશનની કે.એમ.કે. રિસીપ્ટ અને બેંક ખાતાની પાસબુક નકલ રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાની બાજુમા, ચિતલ રોડ,અમરેલી ખાતે રૂબરુ જમા કરાવવાની રહેશે. તા. ૦૫.૦૧.૨૦૨૬ સુધીમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. ત્યારબાદ રોકડ પુરસ્કાર અંગેની માહિતી સ્વીકારવામાં આવશે નહીં તેની નોંધ તમામ શાળાના આચાર્યશ્રીઓએ અને ખેલાડીઓએ લેવાની રહેશે. સત્વરે માહિતી મોકલી આપવા માટે અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
ખેલાડીઓને રોકડ પુરસ્કાર મળેલ ન હોય તેમણે રજીસ્ટ્રેશનની કે.એમ.કે રિસીપ્ટ, બેંક પાસબુક નકલ જમા કરવા સૂચના


















Recent Comments