PM મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું, ભારત મંડપમમાં ત્રણ દિવસ કાર્યક્રમ ચાલશે
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ૨૦૨૩ ઈવેન્ટ આજથી એટલે કે ૨૭ ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. આ ઈવેન્ટ ત્રણ દિવસ સુધી ચાલશે એટલે કે ૨૯મી ઓક્ટોબર સુધી તમે આ ઈવેન્ટમાં ભાગ લઈ શકો છો. આ ઈવેન્ટમાં ટેલિકોમ સેક્ટર, ૫ ટેક્નોલોજી અને નવા ઈનોવેશનને લગતી મોટી જાહેરાતો થઈ શકે છે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ઈવેન્ટનું આયોજન દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે કરવામાં આવી રહ્યું છે, જેનું સંયુક્તપણે ર્ડ્ઢ્ (ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન) અને સેલ્યુલર ઑપરેટર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે.
આ ઈવેન્ટમાં કુલ ૩૧ દેશો ભાગ લઈ રહ્યા છે, જેની સાથે ૪૦૦ વક્તા અને ૧૩૦૦ ડેલિગેટ્સ પણ ઈવેન્ટનો ભાગ બનશે… ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ૨૦૨૩ એ એશિયાનું સૌથી મોટું ટેકનોલોજી પ્લેટફોર્મ છે. આ ઈવેન્ટમાં ૫ય્-૬ય્ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (છૈં) ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી, સાઈબર સિક્યુરિટી જેવા મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવશે. આ વર્ષે યોજાનારી આ ઈવેન્ટ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની સાતમી આવૃત્તિ છે. આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરી શકો છો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીને મળ્યા હતા. આ દરમિયાન પીએમને ત્ર્નૈ ઁર્રહી ૪ય્ અને ત્ર્નૈ જીॅટ્ઠષ્ઠી હ્લૈહ્વીિ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્ર્નૈ જીॅટ્ઠષ્ઠી હ્લૈહ્વીનિી મદદથી દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પૂરી પાડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈવેન્ટના પ્રથમ દિવસે ૧૦૦ શૈક્ષણિક સંસ્થાઓમાં ૫ય્ યુઝ કેસ લેબ લોન્ચ કરી છે. આ પહેલું સ્ટાર્ટઅપ હશે, જે શિક્ષણવિદોને પ્રોત્સાહન આપશે. આ સાથે દેશને ૬ય્ ટેક્નોલોજી માટે પણ તૈયાર કરવામાં આવશે.
Recent Comments